ભારતમાં ટૂંક સમયમાં જ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. ત્યારે જર્મનીની TUV-SUD ટ્રેનને લઈને સુરક્ષા માટે સેફ્ટી ઓડિટ કરશે. આ મામલે જાણકાર લોકોનું કહેવું છે કે ડિસેમ્બર 2024માં જ ટ્રેનનું ટ્રાયલ રન શરુ થઈ શકે છે. આ સાથે જ ભારત જર્મની, ફ્રાંસ, સ્વીડન અને ચીનની સાથે લિસ્ટમાં સામેલ થઈ જશે. તેમજ આ દેશોમાં પહેલેથી જ હાઈડ્રોજન ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે.

આ ઉપરાંત હાઈડ્રોજન ફ્યૂલ સેલ આધારિત ટાવર કાર પણ બનાવવામાં આવશે. જેના એક યૂનિટમાં 10 કરોડથી વધુનો ખર્ચ આવશે. તેમજ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ રેલવે પહેલા 35 ટ્રેનોનું સંચાલન કરશે. એક ટ્રેન પર 80 કરોડનો ખર્ચ આવશે. તો તેનું ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં પણ 70 કરોડ રુપિયા ખર્ચ થશે. ત્યારે એક અધિકારીએ કહ્યું કે, સિસ્ટમ એકીકૃત યુનિટ બેટરી અને બે ફ્યૂલ યુનિટનું ટેસ્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે.

ક્યારથી શરુ થશે ટ્રેન?

આ ટ્રેન સૌ પહેલા 89 કિલોમીટર લાંબા જીંદ-સોનીપત સેક્શન પર ચલાવવામાં આવી શકે છે. તેમજ હરિયાણામાં ટ્રેન માટે હાઈડ્રોજન 1 મેગાવોટ પોલીમર ઈલેક્ટ્રોલાઈટ મેમ્બ્રેન ઈલેક્ટ્રોલાઈઝરથી મળશે. તેમજ  લગભગ 430 કિલોગ્રામ હાઈડ્રોજન બનાવવામાં આવશે. તેમજ 3000 કિલોગ્રામ હાઈડ્રોજન સ્ટોરેજની ક્ષમતા પણ હશે.

શું છે ખાસિયત?

હાઈડ્રોજન ટ્રેન હાઈડ્રોજન ફ્યૂલથી ચાલે છે. જેમાં એન્જિનની જગ્યાએ હાઈડ્રોજન ફ્યૂલ સેલ્સ લગાડવામાં આવે છે. આ ટ્રેન કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન કે પછી પાર્ટકુલેટ મેટર જેવા પ્રદૂષક રિલીઝ નહીં કરે, જેના કારણે પ્રદૂષણ નહીં ફેલાય. તેમજ હાઈડ્રોજન ફ્યૂલ સેલ્સની મદદથી હાઈડ્રોજન ફ્યૂલનો ઉપયોગ કરવા વીજળી બનાવવામાં આવે છે.

આ રુટસ પર ચાલશે ટ્રેન

આ પ્રકારની ટ્રેનને હાઈડ્રોલ પણ કહેવાય છે. તેમજ આ ટ્રેનમાં 4 કોચ હોઈ શકે છે. આ ટ્રેનને નીલગિરી માઉન્ટેન રેલવે, દાર્જિલિંગ હિમાલયન, કાલકા શિમલા રેલવે, કાંગડા વેલી અને બિલીમોરા વઘઈ તેમજ મારવાડ દેવગઢ મદારિયા રુટ પર ચલાવવાનો પ્લાન છે. આ ટ્રેન 140 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી દોડશે. કરુપથલા અને ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં આ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ડીઝલ ટ્રેનની તુલનાએ આ ટ્રેન ચલાવવાનો ખર્ચ વધુ આવશે. જો કે પર્યાવરણની દ્રષ્ટીએ આ ફાયદાકારક હશે. તેમજ ગ્રીન હાઈડ્રોજન લગભગ 492 રુપિયા પ્રતિકિલોગ્રામ ચાલશે. આ દરમિયાન જાણકારોનું કહેવું છે કે આ ટ્રેનનું સંચાલન ડીઝલ ટ્રેનથી 27 % મોંઘુ હોઈ શકે છે. અને સૌથી પહેલા ફ્રાંસની કંપનીએ હાઈડ્રોજન ટ્રેન તૈયાર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.