કોર્પોરેશન દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં દશમાં તબકકાનો સેવા સેતુ કેમ્પ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  પૂ.પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં  આવ્યુંં હતુ.

ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવ્યું હતું કે, જ્યાં માનવી ત્યાં સુવિતાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરુ કરવામાં આવેલ સેવા સેતુ કેમ્પનું આજે વેસ્ટ ઝોનમાં આયોજન કરવામાં આવેલ છે. આજના આ સેવા સેતુ કેમ્પમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 13 વિભાગની 55(પંચાવન)થી પણ વધુ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય સેવા જેવી કે, કોર્પોરેટરના દાખલાથી લઇને આયુષ્યમાન ભારત કાર્ડ સુધીની સેવાઓ આજે આવી પૂરી પાડવામાં આવશે.

  • ગુજરાતમાં પ્રથમ શરુ થયેલ સેવાઓ આજે સમગ્ર દેશમાં અવિરત છે તેના માટે આપણું ગુજરાત રોલ મોડલ કહી શકાય.
  •  નરેન્દ્રભાઈ મોદીનો છે અને તેને પૂરો કરવા માટે  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અવિરત કામગીરી કરી રહ્યા છે.
  •  આજના સેવા સેતુ કેમ્પમાં સૌ નાગરીકો લાભ મેળવો અને અન્ય નાગરીકોને પણ લાભ અપાવો તેવો અનુરોધ કરું છું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર  નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કેમ્પની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં નવ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે અને તેનો લાખોની સંખ્યામાં લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયેલ છે.

  •  સેવા સેતુનો દસમો તબક્કો યોજાઈ રહ્યો છે જે સેવા સેતુની સફળતા દર્શાવે છે.
  • ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનો માટે સરકારની અનેકવિધ યોજનાઓ છે.
  •  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ઇસ્ટ ઝોન ખાતે સેવા સેતુ કેમ્પ યોજવામાં આવેલ હતો.

જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આધાર કાર્ડ, રાશનકાર્ડ સુધારો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જે.એ.વાય. યોજના, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, પી.જી.વી.સી.એલ., બેંકેબલ યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના, પી.એમ.સ્વનિધિ યોજના સહિતની કુલ-27 યોજનાઓમાં કુલ-916 લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપવામાં આવેલ હતો.

આ સેવા સેતુ કેમ્પનો ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર  દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ આભાર વિધિ વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા દ્વારા કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે મંચ પરથી લાભ આપવામાં આવેલ. ડાયસ કાર્યક્રમના અંતે ઉપસ્થિત લાભાર્થીઓ માટે વિવિધ સેવાનો લાભ લેવા સેવા સેતુ કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.