ગુજરાત: હાલ રીલ બનાવી ફેમસ થવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે અમુક લોકો પોતાના કે લોકોના જીવન ની પણ પરવાહ કર્યા વિના મનફાવે તેમ રીલ બનાવવા લાગ્યા છે અનેક લોકોએ આ રીલના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે , વાહન ચાલકો પણ ફેમસ થવા માટે ચાલુ ગાડીએ રીલ બનાવી રહ્યા છે

ત્યારે બોટાદ એસટી ડેપો મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વાર ચાલુ બસમાં ડ્રાઈવિંગ કરતા કરતા રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે એસટી ડ્રાઈવર પોતાને ફેમસ થવા માટે લોકોના જીવન ની પણ પરવાહ કર્યા વગર ચાલુ બેસે બે ફિકરાઈ થી બસ ચલાવી રીલ બનાવી છે. તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

ત્યારે આ બારામાં એસટી ડેપોના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે રીલ બનાવનાર બોટાદ ડેપોમાં ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ત્યારે સમગ્ર મામલે અધિકારીઓ એ જમાવ્યું હતું કે, હાલ અમે તપાસ કરી રહ્યા છીએ જો કાઈ અયોગ્ય જણાશે તો જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સમગ્ર મામલે આ એસટી કર્મચારી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવા બે જવાબદાર કર્મચારીઓ ઉપર કડક પગલા લેવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

પ્રદિપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.