આપણે સહુ આજકાલ રાગી માલ્ટ, સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. પણ આ બધું બને છે શામાંથી? રાગીના બીજમાંથી રાગી માલ્ટ નાના બાળકથી માંડી પુખ્ત વ્યક્તિઓ માટે જબરદસ્ત ફાયદાકારક છે. તેમજ રાગીનો લોટ આહારનિષ્ણાતોના સૌથી પ્રિય પદાર્થોમાંનો એક છે. તેમજ ઓછી કિંમતે તેમાંથી જબરદસ્ત લાભ મળે છે. રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ.

રાગીના  લાભ :

કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત :

આપણા માટે જરૂરી કેલ્શિયમ દૂધમાંથી મેળવવા માટે ટેવાયેલા છીએ, પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે. જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમજ તેમની રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરી શકે છે. અને તેમના બાળકને ખવડાવી શકે છે.

ડાયાબિટીસ નિયંત્રણમાં ઉપયોગી :

ફાઈબરના ઊંચા પ્રમાણને કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રિલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે.

સ્કીન માટે અતિ ઉત્તમ :

રાગી યુવાન અને યુથફુલ સ્કીનની જાળવણી રાખવા માટે અજાયબ કામ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને ફ્લેબી ઓછી કરે છે.

વિટામિન ડી ધરાવે છે :રાગીએ થોડાક એવા કુદરતી અનાજ પૈકીનું એક છે જે વિટામિન D ધરાવે છે. જે આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. આથી, શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટામીન-D નો સારો સ્રોત બની શકે છે.

ડાયેટરી ફાઇબરનું ઊંચું પ્રમાણ :

લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. તેથી વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે. અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ગ્લુટન ફ્રી છે :

લોટ ગ્લુટન ફ્રી છે (ગ્લુટન એ પ્રોટીનનું નામ છે જે ઘઉમાં મળી આવે છે.) આથી તે ગ્લુટનવાળા ધાન્યના લોટ જેમ કે ઘઉં અને ઘઉંની વાનગીઓ કરતાં બહુ જ ફાયદાકારક છે.

રાગીને તમે મુખ્યત્વે 3 પ્રકારે ઉપયોગમાં લઇ શકો છો

– રાગીનો લોટ :

FLOUR

રાગીનો લોટ દાણા દળીને મેળવાય છે. એને પોલીશ કરવા કે પ્રક્રિયા કરવા માટે બહુ ઝીણા હોવાથી એને સાફ કરીને જ વપરાય છે.

રાગીના ફણગાવેલા બીજ :

RAGI 1

 

કઠોળ, મેથી, રાગી બીજ, ઘઉં વગેરેને ફણગાવવાથી વિટામીન-B અને પ્રોટીનનું લેવલ વધે છે અને ડાયજેસ્ટ કરવા માટે સરળ બને છે. તેથી રાગીને ફણગાવી, તેને ચોળીને ભૂકો કરવો અને રોટલી  અથવા ભાખરી અથવા શીરો બનાવી ખાઈ શકાય છે.

રાગી માલ્ટ :

MALT

રાગી માલ્ટ રાગી લોટમાંથી બને છે. આ રાગી માલ્ટ ખેલાડીઓ, નવું ચાલતા શીખતું બાળક અથવા જેઓ તેમનો સ્ટેમિના વધારવા માગે છે તેમને માટે ખૂબ સારું છે. તેમજ જરૂરત અનુસાર ગોળ, રાગીનો લોટ, નટ્સ આ બધું મળીને રાગી માલ્ટનો પાવડર બને છે. જે હાઈ-કેલ્શિયમ ધરાવે છે. ઊર્જા અને પ્રોટીન અને આયર્નનો સારો સ્રોત છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.