• કોલજીયમ કમિટીએ કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારી

રાજકોટના ચકચારી ઠેબચડા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ પક્ષે વકીલ રહી આરોપી અક્ષીત છાંયાના જમીન રદ્દ કરાવનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડી એન રે સહીત સુપ્રીમ કોર્ટના ત્રણ વકીલોને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં વધુ ત્રણ ન્યાયમૂર્તિઓની નિમણૂંક માટે સુપ્રીમકોર્ટની કોલેજીયમે ભલામણ કરી હતી તેમના નામ બાબતે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ત્રણેય ન્યાયમૂર્તિઓની સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપ્તેન્દ્ર નારાયણ રે(ડી.એન.રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતનો સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર.ગવઇની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના બે અને સુપ્રીમકોર્ટના એક એડવોકેટ મળી કુલ ત્રણની ગુજરાત હાઇકોર્ટ જજ તરીકે નિયુકત કરવા ભલામણ કરી હતી.

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ નાં નિર્ણયમાં જણાવવામાં આવ્યું હતું કે સંજીવ જયેન્દ્ર ઠાકરને હાઇકોર્ટ જજ તરીકે નિયુકત કરવાના મુદ્દે ચારમાંથી ત્રણ જજીસને હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો, જ્યારે એક જજ દ્વારા અભિપ્રાય આપ્યો નહતો. ન્યાય મંત્રાલયની ફાઇલના તારણો મુજબ, સંજીવ ઠાકર સારુ વ્યકિતત્વ અને વ્યવસાયિક છાપ ધરાવે છે. તેમણે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઇ ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં પ્રેકટીસ કરી છે.

તેમનો 30 વર્ષનો વ્યવસાયિક અનુભવ છે અને સંસ્થા પરત્વેની પ્રતિબધ્ધતા વિશે તેમની વિરૂધ્ધમાં કંઇ વાંધાજનક નથી. આ જ પ્રકારે ડી.એન.રે પણ સારુ વ્યકિતત્વ અને વ્યવસાયિક છાપ ધરાવે છે. તેઓ સુપ્રીમકોર્ટમાં પણ નિયમિત પ્રેકટીસ કરે છે અને તાજેતરમાં જ તેઓને સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ તરીકે સ્થાન મળ્યું છે. તેઓ જે કેસમાં અપીઅર થયા હોય તેવા 58 ચુકાદા રિપોર્ટેડ થયા છે. આમ, તેઓ પણ યોગ્ય અને લાયક ઉમેદવાર છે.

દરમ્યાન મૌલિક જીતેન્દ્ર શેલતના નામની પસંદગી મુદ્દે પણ ત્રણ જજોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો, જયારે એક જજે જણાવ્યું હતું કે, તેમણે વ્યકિતગત રીતે તેમનું પરફોર્મન્સ જોયુ ંનથી. ન્યાય મંત્રાલય તરફથી મળેલા ઇનપુટ્સ મુજબ, મૌલિક શેલત પણ સારુ વ્યકિતત્વ અને છાપ ધરાવે છે. તેમની સંનિષ્ઠા પરત્વે પણ કંઇ વાંધાજનક નથી. આમ, ઉપરોકત ત્રણેય વકીલોને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ભલામણ કરવામાં આવે છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સાથે સલાહમસલત બાદ ઉપરોકત ત્રણ વકીલોને હાઇકોર્ટ જજ તરીકે નિયુકત કરવા બાબતની ભલામણ તા.22-12-2023ના રોજ સુપ્રીમકોર્ટને મોકલી આપી હતી.

બાદમાં સુપ્રીમ કોર્ટની કોલેજીયમે આ નામોને લઇ જરૃરી ચર્ચા વિચારણા હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા મટીરીયલ્સ, દસ્તાવેજો સહિતની બાબતોની ચકાસણી કરાઇ હતી અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની ફાઇલમાં કરાયેલા તારણો પણ ધ્યાને લેવાયા હતા.

ડી એન રેના નામે 58 ચુકાદાઓ

એડવોકેટ ડીએન રે સર્વોચ્ચ અદાલત સમક્ષ પ્રેક્ટિસ કરે છે અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસસી કોલેજિયમે જણાવ્યું હતું કે તેની પાસે વ્યાપક પ્રેક્ટિસ છે જે તેની વ્યાવસાયિક આવકમાં પ્રતિબિંબિત થાય છે અને તે જે કેસમાં હાજર થયો છે તેમાં 58 ચુકાદાઓ નોંધવામાં આવ્યા છે.

સંજીવ ઠાકરને કાયદાકીય ક્ષેત્રે 31 વર્ષનો બહોળો અનુભવ

એડવોકેટ સંજીવ જયેન્દ્ર ઠાકર મુખ્યત્વે અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટમાં તેમજ ગુજરાતની જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નોંધ્યું હતું કે, ટ્રાયલ લેવલ પર કેસો હેન્ડલ કરવામાં બારમાં 31 વર્ષનો તેમનો અનુભવ ખૂબ જ ઉપયોગી થશે, ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, કોમર્શિયલ અને આર્બિટ્રેશન કેસો સાથે વ્યવહાર કરવામાં, એસસી કોલેજિયમે નોંધ્યું હતું. એડવોકેટ મૌલિક જિતેન્દ્ર શેલતના સંબંધમાં, ત્રણ ક્ધસલ્ટી-જજે સકારાત્મક અભિપ્રાય આપ્યા છે, જ્યારે એક ક્ધસલ્ટી-જજે જણાવ્યું છે કે તેમણે ઉમેદવારનું પ્રદર્શન વ્યક્તિગત રીતે જોયું નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.