• રાજકોટ, ભાવનગર, સુરત અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો : અનેકને ઉઠાવી લેવાયા

રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ સહિતની જગ્યાઓમાં બોગસ કંપનીઓ બનાવીને મસમોટું જીએસટી કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બાન્ચે 13 પેઢીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. ડિરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સએ છેલ્લા ઘણા સમયથી તપાસ ચલાવી રહ્યા હતા.જેમાં તપાસના અંતે ડીજીજીઆઈએ તપાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વિસ્તૃત લેખિત જાણ કરી હતી. જેમાં રાજકોટમાં મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની કંપની મકવાણા હરેશભાઈ બકાભાઈએ બનાવી હતી. આ કંપનીનું લાયસન્સ વર્ષ 2023માં રદ કરવામાં આવ્યુ હતુ. આમ છતા મેસર્સ ધ્રુવી એન્ટપ્રાઈઝ નામની કંપનીમાં ખોટા ઈનવોઈસ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ મોડી સાંજે બોગસ બિલીંગકાંડ મામલે મહેશ લાંગા સહિત અન્યોને તપાસ માટે લાવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેશભરમાં 186 કંપનીઓ બનાવી હતી. જેમાંથી 50 કંપનીઓનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત 34 કંપનીઓમાં જીએસટીના ઈમેલ આઈડીઓ, પાનકાર્ડ સહિતના એકસમાન દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેના પગલે છેલ્લા એક વર્ષથી ડિરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સએ તપાસ ચાલુ કરી હતી. જેમાં બોગસ દસ્તાવેજોના આધારે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવતા ડીજીજીઆઈના અધિકારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પત્ર લખીને જાણ કરી છે. જેના પગલે અમદાવાદ ક્રાઈમ બાન્ચે 13 કંપની અને તેના સંચાલકોને તપાસ માટે બોલાવતા ફફડાટ ફેલાઈ ગયો હતો. ડીજીજીઆઈની તપાસમાં બહાર આવ્યુ છે કે, બોગસ દસ્તાવેજોના આધારે કંપનીઓ બનાવીને તેમાં બનાવટી બિલીંગોના આધારે ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવીને રાષ્ટ્રને કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડયુ છે.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપીઓ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે બનાવેલી કંપનીઓના દસ્તાવેજો, બેંકના સ્ટેટમેન્ટ સહિતના પુરાવા એકઠા કર્યા છે. આ ઉપરાંત તપાસમાં બોગસ કંપનીઓ બનાવનારા અને તેમાં સામેલ લોકોને ક્રાઈમ બ્રાન્ચ મોડી સાંજે મહેશ લાંગા સહિત અન્યોને તપાસ માટે લઈ આવ્યા હોવાનું જાણવા મળે છે.

બોગસ બિલિંગ કૌભાંડમાં આઈએએસ એસ કે લાંગાની સંડોવણીની આશંકા

બોગસ જીએસટી બિલિંગ મારફતે કરોડોના ઈનપુટ ટેક્સ ક્રેડિટ કાંડમાં સામેલગીરીની આશકાએ મહેશ લાંગા સહિતના લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગરના સેક્ટર સાતના પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023 દરમિયાન નોંધાયેલા જમીન કૌભાંડના ગુના અને પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની ધરપકડની ઘટના સાંપ્રત બને છે. હાલની કાર્યવાહીના તાર કોઈક રીતે કૌભાંડમાં ખરડાયેલા એસ.કે. લાંગા સાથે તો જોડાયેલા નથી ને, તેની પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.