- 500ના દરની મનોરંજન બેંક લખેલી નોટો ઝડપાઈ
- 1592 નોટો ચિલ્ડ્રન બેંક ઇન્ડીયા બેંક લખેલી નોટો ઝડપાઈ
સુરતની સારોલી પોલીસે બાતમીના આધારે ભારતીય ચલણની અને મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડીયા લખેલ નોટો બનાવતા ઇસમોને ઝડપી પડ્યા છે. 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડીયાની 1592 નોટો, ચાર મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સારોલી પોલીસે બાતમી હકિકત આધારે ભારતીય ચલણની અને મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડીયા લખેલ 400 નોટોના કુલ્લે ચાર બંડલમાં મળી કુલ્લે- ૧૬૦૦ નોટો પૈકી રૂપીયા ૫૦૦ના દરની સાચી નોટો કુલ-8 અને 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડીયાની 1592 નોટો, ચાર મોબાઇલ ફોન સહિતનો મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ મુકી છેતરપિંડી બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે, રૂપિયા ૫૦૦ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ તથા વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડીયા લખેલ કુપન નોટો મુકી દિવાળીનો સમય બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપીયા 200,100ના દરની નોટોની જગ્યાએ રૂપીયા 500ની નોટો આપી અને તેઓ પાસેથી 200, 100ની અસલ નોટો લઇ બંડલો તે લોકોને છેતરપિંડી કરતા હતા.