હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં રાત્રિના સમયે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતી જોવા મળી છે. ત્યારે આ સ્થિતિને લઇ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું હતું. જેમાં તેઓએ સવારના 8થી રાત્રીના 2 વાગ્યા સુધીમાં ભારે વાહનોને પ્રવેશ નિષેધ લગાવ્યો હતો.
8 થી રાત્રીના 2 વાગ્યા સુધી
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઇ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું હતું. આ જાહેરનામું 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જેમાં રાત્રીના 8 થી 2 વાગ્યા સુધીમાં ભારે વાહનોનો પ્રવેશ નિષેધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનોના કારણે થતા ટ્રાફિક જામને લઇ પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અને નવરાત્રિના તહેવારના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી હતી. ત્યારે આ સમસ્યાને ટાળવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતુ.
આ જાહેરનામું આગામી 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, ત્યા સુધી ભારે વાહનો રાત્રિના 8 થી 2 વાગ્યા સુદી શહેરમાં પ્રવેશ કરી શકશે નહી. આ નિર્ણયના કારણે અમદાવાદના મુખ્ય માર્ગો પરનો ટ્રાફિક જામ ઘટશે. જેને લઇ વાહનચાલકોને પરેશાનીથી છુટકારો મળશે. અને ટ્રાફિક સમસ્યામા છુટકારો મળશે.