આજના સમયમાં રોટલી બનાવવા માટે દરેક વ્યક્તિ લોખંડ અથવા નોનસ્ટીક લોઢીનો ઉપયોગ કરે છે. આધુનિક જીવશૈલી પ્રમાણે માટીનાં વાસણનો ઉપયોગ રૂટીન બહારની વાત છે પરંતુ જૂના સમયમાં તેનું ખૂબ જ મહત્વ હતું. અને લોકો માટીના વાસણમાં જ ભોજન બનાવતા હતા. પરંતુ હવે ફરી એ માટીના વાસણો એક ટ્રેન્ડ પકડ્યો છે ત્યારે એ જાણવું પણ જરુરી છે કે માટીનાં વાસણમાં બનેલા ભોજનથી કેવા ફાયદાઓ થાય છે.
બેઠાળું જીવન હોવાથી મહત્તમ લોકોને ગેસની સમસ્યા હોય છે તો તે વ્યક્તિએ માટીના તવામાં બનેલી રોટલી ખાવી જોઇએ જેથી એ સમસ્યાથી છૂટકારો મળે છે.
માટીનાં તવા પર જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે લોટ માટીનાં તત્વોને શોષી લ્યે છે જેથી તે વધુ પૌષ્ટિક બને છે આ સાથે જ તેમાં તેમાં પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ હોવાથી અનેક બીમારીથી બચી શકાય છે જેમાં કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે.
એલ્યુમીનીયમનાં તવા પર બનેલી રોટલીમાંથી ૮૭% પીતળનાં વાસણમાં ૭% કાંસાનાં વાંસણમાં ૩% પોષક તત્વો નાશ પામે છે જ્યારે માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે.