- ગરબાના તાલે થિરકતા હૈયાઓ વચ્ચે ‘દેશની ધડકન’નો નાદ સંભળાયો
ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને જ્યારે ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનો સ્મરણ કરવાનો અવસર ‘વિકાસ સપ્તાહ’ તરીકે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે. વેરાવળ ખાતે આવેલા ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ ભારે ઉમંગ સાથે ઉજવાતા ગરબાના મહોત્સવમાં વડાપ્રધાનના નેતૃત્વને દર્શાવતી અને ગુજરાત સાથે દેશમાં થયેલા વિકાસની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ દિલથી નિહાળી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સમગ્ર રાજ્યમાં જ્યારે વડાપ્રધાન અને કર્મઠ નેતૃત્વના 23 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવાં વેરાવળ ખાતે આવેલા ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ ભારે ઉમંગ સાથે ઉજવાતા ગરબાના મહોત્સવમાં વડાપ્રધાનના નેતૃત્વને દર્શાવતી અને ગુજરાત સાથે દેશમાં થયેલા વિકાસની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ દિલથી નિહાળી હતી.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રદ્ધાભાવથી લખવામાં આવેલો “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાને નવરાત્રિના ઉપલક્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલા નવરાત્રીના અવસરે યુવા હૈયાઓના ગરબાના થિરકાટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલા લોકાભિમુખ વહીવટની પ્રસ્તુતિને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી.
આ સાથે, વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગરબીમાં શહેરીજનોએ શપથ ગ્રહણ કર્યા. નવરાત્રીની નવલી રાત્રે અનેક યુવાઓના ગરબાના તાલ અને સુશાસનના સૂર વચ્ચે સાગરપુત્ર ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને વેરાવળની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
અતુલ કોટેચા