જીવંત રહેવા માટે હૃદય એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તેમજ લોહીની સપ્લાયની સાથે સાથે તે અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ કરે છે. તો એવા જ કેટલાક જીવો વિશે જાણો , જેમને એક કરતા વધારે હૃદય હોય છે.
ઓક્ટોપસ :
ઓક્ટોપસ એક એવો દરિયાઈ જીવ છે,જેને 3 હૃદય અને 8 પગ છે, તેનું લોહી પણ બ્લૂ કલરનું છે, આ બધી બાબતો તેને બાકીના જીવોથી ખૂબ જ અલગ બનાવે છે, પરંતુ આ અનોખા પ્રાણીનું આયુષ્ય લગભગ 6 મહિનાનું છે.
સ્ક્વિડ :
આ માછલી લગભગ ઓક્ટોપસ જેવી લાગે છે. તેની પાસે 3 હૃદય પણ છે. આમાંથી એકનું કામ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું છે. જ્યારે બાકીના બે હૃદયનું કામ ગિલ્સમાં ઓક્સિજન પમ્પ કરવાનું છે. ગિલ માછલીનું તે અંગ છે, જેના દ્વારા તે પાણીની અંદર રહેતી વખતે તેના શરીરમાં ઓક્સિજન લે છે.
અર્થવર્મ :
અર્થવર્મ એટલે કે અળસિયા ખેતરોમાં ખાતરને ઓર્ગેનિક બનાવવાનું કામ કરે છે. તેમાં એક કરતાં વધુ હૃદય પણ છે. તેની હ્રદય પ્રણાલીને ‘અરોટિક આર્ચ’ કહેવામાં આવે છે, જે પમ્પિંગ ઓર્ગનની જેમ કામ કરે છે અને અળસિયાના આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે.
કોકરોચ :
કોકરોચ એટલે કે વંદો માત્ર એક જ હૃદય ધરાવે છે, પરંતુ તેમાં 13 ચેમ્બર છે. આ કારણોસર વંદાના હૃદયને સ્યુડો હાર્ટ પણ કહેવામાં આવે છે. જો તેની એક ચેમ્બર અકસ્માતને કારણે ઘાયલ થાય અથવા તેમાં કોઈ ખામી હોય તો પણ વંદો મરતો નથી અને બાકીની ચેમ્બરને કારણે તે બચી જાય છે. તે કચરાથી લઈને ફળો, મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ ખૂબ આરામથી ખાય છે.
હેગફિશ :
પાણીમાં રહેતી હેગફિશ માછલીને 4 હૃદય હોય છે. તેઓ તેના શરીરની નસોમાં જુદી જુદી જગ્યાએ લોહી પહોંચાડે છે. જેનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે તેના શરીરમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે ચાલુ રહે છે.