• ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ
  • શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂતgandhinagar 1 scaledવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે.gandhinagar scaled

જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં, આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.