આજના જમાનામાં ભલે આપણે ખીરમાં કાજુ-બદામ નાખીને તેની રંગત નીખારી દઈએ છીએ, પરંતુ જો તમે તમારી માના હાથની ખીરનો સ્વાદ યાદ હોય તો તેમાં નાખવામાં આવેલા ભૂરા દાણા પણ તમને જરૂર યાદ હશે. તેમજ તમારા રસોડામાં રહેલા આ ભૂરા દાણા સ્વાસ્થ્યને ખજાનો છે. આ સિવાય તે તમારી ઘણી સ્કિન અને હેર પ્રોબ્લેમ્સનો રામબાણ ઈલાજ છે. દેખાવમાં ભૂરા આ દાણા ભલે નાનકડા હોય પરંતુ તેના ફાયદા ઘણા છે.
જો તમે ઝાંઈ અને ચહેરાના ડાઘ વગેરેથી પરેશાન છો તો ચારોળી તમારા ઘણા કામની વસ્તુ છે. આ એક મીઠા બીજ છે, જે તમને ઘણું પોષણ આપે છે. તેમજ જો તમારા ચહેરાની રંગત નિખારવા માગતા હોય તો ચારોળીના બીજનો ફેસ માસ્ક તમારા માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તેની પેસ્ટ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે.
આ રીતે બનાવો ચારોળીનો ફેસ માસ્ક
તમે ચારોળીના બીજને દૂધની સાથે પીસીને એક માસ્ક બનાવી લો. આ માસ્કને ચહેરા પર અઠવાડિયામાં 2થી 3 વાર લગાવો. આ પેક લગાવવાથી તમારી સ્કિનનું કોમ્પ્લેક્શન સારું થઈ જશે. તેમજ તે સ્કિનના ટેક્સચર અને તેના કલરમાં પણ સુધાર લાવશે.
તે સિવાય તમે એક ચમચી ચારોળીની પેસ્ટ કે પાવડરમાં થોડી હળદર અને ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ માસ્ક ચહેરા પર લગાવો. તેનાથી તમને ગ્લોઈંગ સ્કિન મળશે અને સાથે જ પિમ્પલ્સથી પણ છુટકારો મળશે.
જો તમે ઈચ્છો તો ચહેરાની ઝાંઈ માટે ચારોળીના બીજના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે ટેનિંગ અને પિગ્મેન્ટેશનથી છુટકારો આપે છે. ખરેખર ચારોળીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ સ્કિનને હેલ્ધી રાખે છે અને ઉંમર વધવાના લક્ષણો ઘટાડે છે.
સફેદ વાળને કાળા બનાવે છે
જો તમારા વાળ ઉંમર પહેલા સફેદ થઈ રહ્યાં છે, તો ચારોળી તમારા ખૂબ જ કામની વસ્તુ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરવાથી વાળને ઉંમર પહેલા સફેદ થવાથી રોકી શકાય છે.
ચારોળીમાં પ્રોટીન, ફાઈબર અને અન્ય ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેમ કે વિટામિન E, કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ જ કારણે આ બીજને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તેમજ તેમાં રહેલા સારા ફેટ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. આ ફાઈબરથી ભરપૂર હોવાના કારણે તમારા ડાયજેશન માટે પણ ખૂબ જ સારી છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.