• આમ આદમી મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો
  • મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ છે તેવા મહિલાઓ દ્વારા આક્ષેપ
  • પ્લેકાર્ડ બતાવી, નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન

રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઇ આમ આદમી મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. કાળા કપડાં પેહરી વિરોધ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ છે.તેવા મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભચાઉ બસસ્ટેશન જાહેર સ્થળ પર પ્લેકાર્ડ બતાવી, નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં મહીલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામુહીક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહીલા સુરક્ષાની ચિંતા વધારી દિધી છે. નવરાત્રીના પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી ડરી રહી છે. ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા હતા.

આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ મહીલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આજ રોજ ભચાઉ બસસ્ટેશન જાહેર સ્થળ પર પ્લેકાર્ડ બતાવી, નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ તેમજ ભચાઉ મહિલા મોરચા પ્રમુખ રોશન મીરની અધ્યક્ષતામાં ભચાઉ પ્રાંતને આવેદનપત્ર અપાયું હતું. આ સાથે આ આવેદન પત્ર પાઠવવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.