- ઉમરગામ: 100 સગર્ભા માતાઓને પોષણ યુક્ત કીટનું વિતરણ
- અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશને એક કાર્યક્રમ અંતર્ગત
- કંપનીના ડાયરેક્ટર ,ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં બહેનો રહ્યા ઉપસ્થિત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપેલા સંબોધનથી પ્રેરણા લઈ કાર્યક્રમની ઉજવણી
વલસાડના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે 100 જેટલી સગર્ભા માતાઓને જરૂરી અલગ અલગ પ્રકારના પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરી અવિરત કાર્ય કરવામાં આવ્યું હતું. ડેરી સહકારી મંડળી કાપડીવાડના સભાખંડમાં ગાલવા કંપનીના ડાયરેક્ટર અને અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર મેહુલ મકવાણાના અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.તેમજ કંપનીના ડાયરેક્ટર, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમાં હાજર રહ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે ડેરી સહકારી મંડળી કાપડીવાડના સભાખંડમાં 10:30 કલાકે ગાલવા કંપનીના ડાયરેક્ટર અને અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર મેહુલ મકવાણાના અધ્યક્ષતા હેઠળ તથા ભાજપ અગ્રણી જયંતી ધોડી, ઉપસરપંચ અનતુ ઓઝરિયા રિયા, માજી સરપંચ મહેશ ડોંગરકર, માજી ઉપસરપંચ ધીરુ ધોડી હરેશ ગીંભલ, વિલેશ વાહુત, વિજય ધોડીની ખાસ ઉપસ્થિતિ એ સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જોકે 31ઓગસ્ટ 2024 એ ગાંધીનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સગર્ભા માતાઓની સેવા અને મદદ અર્થે આપેલ સંબોધન થકી મેળવેલ પ્રેરણા દ્વારા ઉમરગામ પંથકના ત્રણ ગામ જરોલી, ધનોલી અને તલવાડાની 100 જેટલી સગર્ભા માતાઓને ગર્ભધારણ સમય દરમિયાન જરૂરી અલગ અલગ પ્રકારના પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરી અવિરત કાર્ય કરવામાં આવ્યું હતું. સાથે સગર્ભા માતાઓને આ કીટ વિતરણ કાર્યક્રમ બાદ પણ આવી જ અવિરત સેવા 9 મહિના સુધી કરશેના ધ્યેય સાથે ઉપરોક્ત અભ્યાનને આ વિસ્તારમાં આગળ ધપાવવા સેવા કાર્યરત રહેશે નું સુંદર માર્ગદર્શન કંપનીના ડાયરેક્ટર મેહુલ મકવાણા ઉપસ્થિત સગર્ભા માતાઓને ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં હાજર બહેનોને આપી હતી.
રામ સોનગઢવાલા