- જંગલ ખાતું પોતાની મનમાની કરી હોવાના અગ્રણીઓના આક્ષેપ
- સોમનાથ સુધી જવાનો રસ્તો બે જીલ્લાને જોડતો માગૅ
- કાશીયા નેસ આગળનો રસ્તો ખુલ્લો કરાવો : હષૅદ રીબડીયા
- જંગલ ખાતાએ રસ્તો બંધ કરી દીધો હોવાથી વિરોધ નોંધાવ્યો
- સુર્યોદયથી સુર્યાસ્ત સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે તેવી જોગવાય
જુનાગઢ: વિસાવદર સાસણ રોડ પર આવેલા કાસીયા નેસ વિસ્તારમાં પાસે પૂર્વ ધારાસભ્ય હષૅદ રીબડીયા, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ વિરોધમાં એકઠા થયા હતા.જંગલ ખાતાએ રસ્તો બંધ કરી દીધો હોવાથી તેનો વિરોધ નોંધાવ્યો હતો. જંગલ ખાતું પોતાની મનમાની કરીને લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરે છે તેવા અગ્રણીઓએ આક્ષેપ કર્યા હતા.વિસાવદર સતાધાર ધામથી સોમનાથ સુધી જવાનો આ રસ્તો બે જીલ્લાને જોડતો માગૅ છે .જેમાં કલેકટરના જાહેર નામા મુજબ સુર્યોદયથી સુર્યાસ્ત સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે તેવી જોગવાય છે. પરંતુ જંગલખાતાએ આ હુકમને ઉપરવટ જઈને રસ્તો બંધ કરાયું હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.આર એન્ડ બી અને જંગલખાતાની ખો ખો રમતને લીધે લોકો પીસાઈ રહ્યા છે તેવુ નેતાઓએ જણાવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરીએ તો, વિસાવદર સાસણ રોડ પર આવેલા કાસીયા નેસ વિસ્તાર પાસે પૂર્વ ધારાસભ્ય હષૅદ રીબડીયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિ રીબડીયા તથા પૂવૅ જી.પં.ઉપ પ્રમુખ વિપુલ કાવાણી, અશ્વિન સરધારા તથ વિરેન્દ્ર સાવલીયા જેવા અગ્રણીઓ આજે જંગલ ખાતાએ રસ્તો બંધ કરી દિધેલ છે તેના વિરોધમાં એકઠા થયેલા જેમણે એવા આક્ષેપ કર્યા કે જંગલ ખાતું પોતાની મનમાની કરીને લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. વિસાવદર સતાધાર ધામથી સોમનાથ સુધી જવાનો આ રસ્તો બે જીલ્લાને જોડતો માગૅ છે. જેમાં કલેકટરના જાહેર નામા મુજબ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે પણ જંગલખાતાએ આ હુકમને ઉપરવટ જઈને રસ્તો બંધ કરેલ છે તેમજ એવા બહાનાબાજી કરવામાં આવે છે. તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.
તેમજ વધુમાં તેઓએ આક્ષેપો કરતા ઉમેર્યું હતું કે, R&Bના વિભાગ દ્વારા આ રસ્તો રીપેર થતો નથી અને આ રસ્તો રાહદારીઓ માટે સલામત નથી એટલે બંધ કરવામાં આવે છે. જો રાહદારીઓ માટે સલામત ન હોય તો આ ખાતાના અધિકારીઓની ગાડીઓ કેમ આ રસ્તા પર સતત અવર જવર કરતી રહે છે. મામલો ઉગ્ર બનતા ACF તથા અન્ય અધિકારીઓ સાથે પણ ટેલીફોનીક ચર્ચાઓ કરવામાં આવી હતી. સરકારી અધિકારી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ખેડુતોના હિત માટે હંમેશા સંઘર્ષમાં રહેતા ધારાસભ્યે કાસીયા નેસ રેલ્વે સ્ટેશન સુધી જવાના રસ્તા વિશે પણ આકરા શબ્દોમાં આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી. તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરી રીબડીયા પણ આ બાબતને લઈને ખૂબ જ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને આ રોડને લઈને જંગલખાતાની કાયૅવાહી પર ખેદ વ્યક્ત કર્યો હતો. આ સાથે વિપુલ કાવાણીએ પણ રાહદારીઓને પડતી હાલાકી ને ધ્યાનમાં લઈને જંગલ ખાતાએ વિચારવું જોઈએ કે આ રસ્તો બંધ કરાતા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.