AMBAJI : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર.  ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આ ઉપરાંત અંબાજી દેશનાં 51 શક્તિપીઠ માં આધ્યશક્તિ પીઠ તરીકે પણ ઓળખાય છે. તેમજ અંબાજી મંદિરથી 3 કીમી દૂર માં અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. જ્યાં ભક્તો નવરાત્રી પર્વમાં દેવી દર્શને જતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ 52 શક્તિપીઠ માં અનેરૂ મહત્વ ધરાવતું ગબ્બર પર્વત ભક્તોથી બારેમાસ જોવા મળી રહ્યુ છે. નવરાત્રી પર્વમાં અહી ભક્તો બહોળી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અહી ચાલતા જવાના 999 પગથીયા છે, જયારે ઉતરવાના 765 પગથીયા છે. આમ ચાલતા જવાના માર્ગથી ઉતરવાના રસ્તા સુઘી ભકતો આખા ગબ્બર પર્વતની પ્રદક્ષિણા કરી શકે છે.

દર ચૌદસના દિવસે રાત્રીના 12 વાગે મહાઆરતી થાય છે

akhand

52 શક્તિપીઠમાં સૌથી મોટું અને મહત્વ ધરાવતું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ શક્તિપીઠ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે,  તેમજ અહી ભક્તો દૂર દૂરથી નવરાત્રી પર્વમાં શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં માં અંબાનું હૃદય પડેલું હોવાથી આ જગ્યા ઉપર હજારો વર્ષોથી અખંડ જ્યોત પ્રજવલિત રહે છે. ભક્તો અહીં રાત્રે કે દિવસે ગમે ત્યારે પગથિયાં ચઢીને માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવે છે. ગબ્બર રોપવે બંદ થયા બાદ પણ ભક્તો રાત્રિના સમયે ચાલતા માં ની આરાધના કરવા, ભક્તિ કરવા ગબ્બર પર્વત ઉપર આવે છે.

આ ઉપરાંત દર ચૌદસના દિવસે રાત્રીના 12 વાગે અહીં મહાઆરતી થાય છે, જેમાં દેશભરમાંથી આવેલાં ભક્તો જોડાય છે. તેમજ સમગ્ર વિશ્વમાં આ ગબ્બર શક્તિપીઠનું મંદિર એવું છે, જ્યાં ભક્તો માટે 24 કલાક અને બારેમાસ ખુલ્લુ રહે છે. તેમજ ભાદરવી મહા મેળામાં ભક્તો ગબ્બર ખાતે 24 કલાક સળંગ 7 દિવસ સુધી માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા આવ્યા હતા અને હાલમાં નવરાત્રી પર્વમાં પણ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ સાથે ગબ્બર શકિતપીઠનો દર્શન સમય નથી, એટલે જ આ મંદીર 24 કલાક ખુલ્લુ રહે છે.

રશિયાથી પણ વિદેશી ભકતો માતાજીનાં દર્શન કરવા આવ્યા

આ શક્તિપીઠ 52 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે. ત્યારે અહીં માં અંબાનુ હૃદય પડેલ હોવાથી ભક્તો અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવે છે. અહી ચૌદશની રાત્રિના સમયે 12:00 કલાકે અહીં મહા આરતી થાય છે. ત્યારે અહી રશિયાથી પણ વિદેશી ભકતો માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.