Navratri : 9 દિવસ દરમિયાન ભક્તો દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે. જેમાં ચોથા દિવસે દેવી શક્તિના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમજ નવરાત્રી દરમિયાન ચોથા દિવસે આ માતાજીની પૂજા કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. દેવી કુષ્માંડા અષ્ટભુજા ધારી છે. તેથી કુષ્માંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે. આ દેવી ભક્તોના કષ્ટ, રોગ, શોક, સંતાપોનો નાશ કરે છે.
પૂજા અર્ચના કરવાથી નકારાત્મક ઉર્જા થશે દૂર
નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આ માતાની પૂજા અર્ચના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યા પણ દૂર થતી હોય છે. જ્યારે પૃથ્વી પર અસુરનો ઉપદ્રવ વધી ગયો હતો તે સમયે તેનો માતાજીએ સહાર કર્યો હતો. ત્યારથી તેમનું નામ કુષ્માંડા પડ્યું હતું.
નવરાત્રીના ચોથા દિવસે આ માતાજીની પૂજા અર્ચના કરતા સમયે ભોગમાં માલપુવા ધરવામાં આવે છે. તેમજ માતાને સૌથી વધારે પ્રિય માલપુવા છે. આથી જ તેમને માલપુવાનો ભોગ ધરવામાં આવે છે. આ ઉપરાંત તેમનું આસન લાલ કલરનું રાખવામાં આવે છે. આ ઉપરાંત આ માતાની પૂજા કરવાથી જીવનમાંથી નેગેટિવ ઉર્જા દૂર થઈને પોઝિટિવ ઉર્જા આવે છે.
આ દરમિયાન અનેક વખત લોકો વિવિધ પ્રકારની સમસ્યામાં ફસાતા હોય છે. ત્યારે ખૂબ જ કોશિશ કરવા છતાં કોઈ પણ પ્રકારનું સોલ્યુશન ના મળતું હોય અથવા તો કોઈ પણ રીતે ઘરમાંથી નેગેટિવ ઉર્જા ન જતી હોય તો, આ માતાની પૂજા કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. આ સાથે નવરાત્રિના ચોથા દિવસે તેમને ભોગ ધરાવીને દેવી કવચની સાથે સાથે તેમના મંત્રોનો ઉચ્ચારણ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. તેમજ બાળકોને પણ તેમને ભોગમાં ધરાવેલ માલપુવા ખવડાવવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.