• નવરાત્રીના પ્રથમ દિવસથી જ હજારો ખેલૈયાઓ પહોચ્યા
  • હિન્દુ યુવા સંગઠન દ્વારા ભારતનું સૌથી મોટું ધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીનુ આયોજન
  • 2 મહિના પૂર્વેની ત્યારીઓ શરુ
  • દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન

ગાંધીધામ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપીટી ગ્રાઉન્ડમાં વિધર્મી મુક્ત નિઃશુલ્ક નવરાત્રીનું આયોજન કરાયું છે. તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા ૩ વર્ષ થયા આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.જ્યાં નવરાત્રીમાં સાંસ્કૃતિક ગરબા તથા ધાર્મિક ગીતો પર પ્રથમ દિવસથી જ હજારો ખેલૈયાઓ પહોચ્યા હતા.

આ અંગે વિગતે વાત કરીએ તો, હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી પંચમુખી હનુમાન મંદિરની સામેના ડીપીટી ગ્રાઉન્ડમાં આયોજીત વિધર્મી મુક્ત નિઃશુલ્ક નવરાત્રીએ પૂર્વ કચ્છને ભગવા રંગે રંગાયું હતું. હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ જેહાદ સામે ભારતનું સૌથી મોટું  અભિયાન. વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીનુ આયોજન માંડવી અંજાર, ભુજ, ગાંધીધામમાં કરવામાં આવે છે.

છેલ્લા નવ વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત વિઘર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરી રહી છે.હિન્દુ યુવા સંગઠને આદિપુર મધ્યે પવિત્ર નવરાત્રીનુ આયોજન હાથ ધર્યું અને સંગઠનની આ પહેલને સતત ત્રીજા વર્ષે પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે ગાંધીધામમાં  હિન્દુ યુવા સંગઠનની સક્રીયતામાં અભૂતપૂર્વ વધારો આવ્યો છે. નવરાત્રીના ગ્રાઉન્ડ પર દરેક હિન્દુ  પહોંચે તેવી નેમ સાથે સૌ સનાતનીઓ કાર્ય કરી રહ્યા છે. પૂર્વ કચ્છના આદિપુર ખાતે આ ભગીરથ આયોજન પાર પાડવાનું બીડું ઝડપ્યું અને સફળતા પૂર્વક આગળ વધી રહ્યા છે.

ત્યારે આ નવરાત્રીમાં સાંસ્કૃતિક ગરબા તથા ધાર્મિક ગીતો પર પ્રથમ દિવસથી જ હજારો ખેલૈયાઓ ચાંચર ચોકમાં માતાજીની આરાધના કરી રહ્યા છે. આ સાથે આ આયોજનને સફળ બનાવવા  હિન્દુ યુવા સંગઠનના તાલુકા, શહેર અને જિલ્લાના તમામ સનાતનીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર PI ડી.જી પટેલના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટાફ તૈનાત રહે છે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.