• શહેર પોલીસની દારૂના ધંધાથી પર ડ્રાઇવ
  • ખોડીયારનગર ,નાણાવટી ચોક અને લોથડા ગામે પોલીસે દરોડા પાડી 792 બોટલ શરાબ, મોબાઈલ અને કાર કબજે કરી

શહેરમાં દારૂ બંધી નો કડક અમલ કરવા અને  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે શહેરમાં ત્રણ સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં 150 ફૂટ રીંગ રોડ નજીક ખોડીયાર પરા ,લોઠડા અને નાણાવટી ચોક પાસે મળી રૂપિયા 80,000 ની કિંમત નો 792 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી નાસી છૂટેલા એક શખ્સની શોધખોળ આ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં નવરાત્રી માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે પોલીસ કમિશનર રાજેશ ચા દ્વારા શહેરની તમામ બ્રાન્ચો અને સ્થાનિક પોલીસ સ્ટેશન મથકના સ્ટાફને સગન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન ટુ ના પીએસઆઇ આર એચ ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે  મૂળ લીમડી પંથકનો અને હાલ શહેરના રામનાથ મેઇન રોડ માં રહેતો રવિ કાના સોડલા નામનો લષ 3 એફડી 223 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મવડી ચોકડી તરફથી ખોડીયાર પરા વિસ્તારમાં કટીંગ અર્થે જતો હોવાની મળેલી બાતમીના આધારે  એએસઆઈ જે.વી.ગોહિલ,હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા ,રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘિયા અને કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ રાણા  સહિતના સ્ટાફે દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ પુનિત નગર પાણીના ટાંકા નજીક વોચ ગોઠવી હતી ત્યારે  ઉપરોક્ત નંબરની પોલો કાર પુર ઝડપે નીકળતા અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 72,000 ની કિંમત નો 720 વિદેશી દારૂના બોટલ સાથે રવિ કાના ની ધરપકડ કરી પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળી ₹3.82 લાખનો મુદ્દા માલ કબજે કરી ઝડપાયેલ રવિ સોંડલાની પૂછપરછ માં આ દારૂનો જથ્થો સાગર સેલા બોડીયા નામના શખ્સને પહોંચાડવાનું હોવાનું કબુલાત આપતા તેની શોધખોળ આધારિત છે નાસી છૂટેલા સાગર સેલા બોડીયા સામે મારામારી ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. તેમજ પાસા હેઠળ એક વખત હવા ખાઈ ચૂક્યો છે. આ ઉપરાંત પીસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમઆર ગોંડલીયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે રોટલા ગામે રહેતો જતીન બચુ બાવળીયા નામનો મકાનમાં વિદેશી દારૂ છૂપાવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારુ કોન્સ્ટેબલ વિજયભાઈ ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ જે હુંણ ,એએસઆઈ મયુરભાઈ પાલરીયા ,સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી ₹24,000 ની કિંમત ન 60 બોટલ દારૂ સાથે જતીન બાવળીયા ની ધરપકડ કરી દારૂ અને મોબાઈલ મળી 27 000નો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે  150 ફૂટ રીંગ રોડ નજીક રામાપીર ચોકડી પાસે આવેલી સોસાયટીમાં રહેતો નિકુંજ મનોજ ગોંડલીયા નામના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ મારુતિ સુઝુકી શોરૂમ ની સામે નાણાવટી ચોક પાસે શંકાસ્પદ હાલતમાં ભુવાની વિદેશી દારૂની ડીલેવરી કરવા જતો હોવાની પીસીબીના કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર ને મળેલી બાતમીના  આધારે એસઆઇ મયુરભાઈ પાલરીયા સહિતના સ્ટાફે ઘસી જાય નિકુંજ ગોંડલીયા ની તલાસી લેતા તેના કબજા માંથી રૂપિયા 4800 ની કિંમતની 12 બોટલ વિદેશી દારૂ મળી આવતા તેની સામે ગુનો નોંધી ધોરણની કાર્યવાહી હાથ ધરી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.