Navratri 2024 : નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. માં દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. તેમજ એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે. આ ઉપરાંત માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી તમામ પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તેમજ માતા ચંદ્રઘંટાનાં કપાળ પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર હોય છે, તેથી તેનું નામ ચંદ્રઘંટા પડ્યું. તેમના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે.

માં ચંદ્રઘંટાની પૂજા માટેનો શુભ સમય

માં ચંદ્રઘંટાનું પૂજન કરવાનો શુભ સમય સવારે 11:46 થી 12:33 સુધીનો રહેશે. આ સમય દરમિયાન માતા ચંદ્રઘંટાનું પૂજન કરી તેને અર્પણ કરી શકાય છે.

માતા ચંદ્રઘંટાની વાર્તા

chandra ghanta

 

કથાઓ અનુસાર માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી છે અને બીજું માં બ્રહ્મચારિણી સ્વરૂપ છે જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે. જ્યારે માતા બ્રહ્મચારિણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે, ત્યારે તે આદિશક્તિના રૂપમાં દેખાય છે અને ચંદ્રઘંટા બની જાય છે. જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો. ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો. તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મહિષાસુર દેવરાજ ઈન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો. તે સ્વર્ગીય વિશ્વ પર રાજ કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો.

આ સાથે જ્યારે દેવતાઓને મહિષાસુરની ઇચ્છાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા હતા. આ દરમિયાન દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ક્રોધ વ્યક્ત કર્યો. આ સાથે એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો તે છે માં ચંદ્રધંટા. ભગવાન શંકરે તેનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર, ઇન્દ્રએ તેની ઘંટડી, સૂર્યએ તેનું તેજ, તલવાર અને સિંહ માં ચંદ્રધંટા દેવીને આપ્યા હતા. ત્યારપછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.