ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત તથા કચ્છના માંડવી પાસે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ક્રાંતિતીર્થના નવીનીકરણના લોકાર્પણ અર્થે કચ્છમાં પધાર્યા છે. ત્યારે એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ત્રિકમ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ સહિત આગેવાન દેવજી વરચંદ, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, બાલકૃષ્ણ મોતા, ભીમજી જોધાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવલા નોરતામાં માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતાં. કચ્છની કુળદેવીના મંદિરમાં મુખ્યમંત્રીએ માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ અને જન કલ્યાણની સાથે સૌની સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
મંદિર ખાતે મુખ્યમંત્રીએ રાજાબાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વ ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહ વાઢેર, ચત્રામજી કટારીયા, પ્રતાપ આશર, મયુરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ, સિધ્ધરાજસિંહ ચૌહાણ, અશોકસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મૂળશંકર વાસુ સહિતનાએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની પાવન ભૂમિ પર આવકાર્યા હતા.
મુખ્યમંત્રી માતાના મઢ હેલિપેડ ખાતે પધાર્યા ત્યારે માતાના મઢની મંગલકારી માટી પર સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી સર્વ વેસલજી તુંવર, જશુભા જાડેજા, હઠુભા સોઢા, રાજુ સરદાર, દિનેશ સથવારા, ખેંગાર રબારી અને રમેશ મહારાજ સહિતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના માંડવીની મુલાકાતે રૂ. 117 કરોડના વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપી હતી. CM નવરાત્રીના બીજા નોરતે ગરબા કાર્યક્રમમાં પણ હાજરી આપશે. જે અંગે કચ્છ હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ 28.46 ના કુલ 6 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 89.21 કરોડના 9 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ 1177 કરોડથી વધુના વિવિધ વિકાસકામો(development works)ની કચ્છવાસીઓને ભેટ આપશે. અને હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી(Navratri) નું આયોજન કરવામાં આવ્યું છે તેમ મોટી સંખ્યામાં ભાજપના (BJP leaders) આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કરાયેલ લોકાર્પણના કામોની વિગતો
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. 29.94 કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-3 જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ કરાયું
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. 19.22 કરોડના ખર્ચે બનેલ ભુજ ભાગ-2 જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ કરાયું
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.10.42 કરોડના ખર્ચ બનેલ 66 કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું
- શિક્ષણ વિભાગના રૂ. 8.89 કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની 13 પ્રાથમિક શાળાઓમાં કુલ 48 નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ કરાયું
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ. 7.27 કરોડના ખર્ચ બનેલ 66 કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું
- મહેસુલ વિભાગ દ્વારા રૂ. 7.12 કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું લોકાર્પણ કરાયું
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 4.2 કરોડના ખર્ચે બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ કરાયું
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1.09 કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ કરાયું
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ કરાયું
આમ, કુલ રૂ. 89.21 કરોડના ખર્ચે 09 કામોનું ઇ-લોકાર્પણ કરાયું.
કરાયેલ ખાતમૂહુર્તના મહત્વના કામોની વિગત
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા રૂ. 8.16 કરોડના ખર્ચે બનનાર ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત કરાયું
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. 6.98 કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ઇ-ખાતમૂર્હુત કરાયું
- માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. 6.05 કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી 38/00 થી 39/00 વચ્ચે નવો પુલ કામનું ઇ-ખાતમૂર્હુત કરાયું
- માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના 1 કિ.મીનું મજબૂતીકરણનું ઇ-ખાતમૂહુર્ત કરાયું
- મહેસૂલ વિભાગ દ્વારા રૂ. 2.92 કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-1 કક્ષાના 6 કવાર્ટસનું ઇ-ખાતમૂહુર્ત કરાયું
- શિક્ષણ વિભાગ દ્વારા રૂ. 1.35 કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ 9 નવીન ઓરડાનું ઇ-ખાતમૂહુર્ત કરાયું