નવરાત્રિના પ્રારંભે અમદાવાદ – ગાંધીનગરને રૂ. 919 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી નવરાત્રિ એ સત્વ, તત્ત્વ અને શક્તિના સંચયનું પર્વ છે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંસ્કાર પ્રસરાવવાનું કાર્ય કર્યું છે ત્યારે સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
છેલ્લાં પાંચ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારને કુલ રૂ. 37 હજાર કરોડનાં વિકાસ કામો મળ્યાં છે. સ્માર્ટ સ્કૂલે ગરીબ, મધ્યમ વર્ગનાં બાળકોને જ્ઞાન- સમજણની સાથે આત્મવિશ્વાસ આપ્યો; શાળા શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે, વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય દેશની બહુ મોટી સેવાનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ટેલિ-રિહેબિલિટેશન સેન્ટર, ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ, ગોતા વેજીટેબલ માર્કેટ, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, પિંક ટોઇલેટ, વાંચનાલય, તળાવ અને ગાર્ડન સહિત અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નવરાત્રિના ગરબાની જ્યોતની જેમ, વિકાસની જ્યોતથી ઝળહળ થવાનો અવસર કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહની જોડી સુરાજ્ય, ગુડ ગવર્નન્સની પ્રેરક, બોલવા-સાંભળવામાં તકલીફ ભોગવતા લોકો અને ખાસ કરીને નાનાં બાળકો કે જેમનું કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને માટે સ્પીચ થેરાપી માટે સોલા સિવિલનું ટેલિ-રિહેબિલિટેશન સેન્ટર આશીર્વાદરૂપ બનશે તેવું ભુપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ સાથે બીજી બાજુ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અધતન આધુનિક ટેકનોલોજીથી સજજ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થવાથી શહેર પોલીસની એક નવી કાર્યપદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે. અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ, કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એકસાથે મળીને કામ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા ક્રિમીનલ લો ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવશે. તેમજ મજબૂત કાયદો અને વ્યવસ્થાના લીધે રાજ્યમાં હાલની પેઢીને કર્ફ્યુ શું છે એ જ ખબર નથી.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું આ નવનિર્મિત બિલ્ડિંગ તેના વર્ક કલ્ચરને નવી ઊંચાઈ આપશે, રાજ્યમાં શાંતિ-સુરક્ષાને કારણે જ વિદેશી મૂડીરોકાણ મોટા પાયે આવી રહ્યું છે, રાજ્યમાં શાંતિ-સલામતી માટે પોલીસને વધુ આધુનિક, સુસજ્જ બનાવવા પર હંમેશાં ધ્યાન અપાયું છે. પોલીસ ક્રાઇમને ડામવા વધુ સુસજ્જ બને, એવા અનેક પ્રકલ્પો કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે મળ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે પણ બાળકોને સાઉન્ડ થેરાપી આપવામાં આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. ઓડિયોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાં બાળકો સાથે અમિત શાહે સંવાદ સાધીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરની મદદથી જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DEIC) ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.