જામનગરની આસપાસનાં વિવિધ ગામોમાંથી આવતાં વિવિધ સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ, કે જેઓ એસ.ટી. બસ દ્વારા આવે છે, તેમને પૂરતી સગવડો મળતી નથી. એક્સપ્રેસ બસો જ્યાં સ્ટોપ હોય તેવા સ્ટોપ પર પણ ઉભી રહેતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ અગવડ પડે છે. તેવા આક્ષેપો સાથે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નિર્ધારિત સમય કરતાં બસ ખૂબ મોડી આવે છે. જેથી સમયસર પહોંચવામાં અડચણ ઉભી થાય છે. અમુક બસ કોઈપણ પ્રકારની સૂચના કે અગાઉ જાણકારી આપ્યા વિના રદ કરવામાં આવે છે. તે રૂટ પર બસ અમુક દિવસો એ દોડતી નથી. આવી ઘટના લગભગ મહિનામાં સાત થી આઠ વખત થાય છે. જે પ્રશ્નોનું નિરાકરણ ૮ દિવસ અંતર્ગત કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવા આક્ષેપો સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.