• પોલીસે રેડ પાડી  6 આરોપીને ઝડપ્યા
  • ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં 30 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી
  • સમગ્ર મામલે સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ પણ કબજે
  • પોલીસ દ્વારા આગની કાર્યવાહી હાથ ધરાઈ
  • દુકાનોમાં રેડ પાડી 6 આરોપીયોને ઝડપ્યા

સુરત: જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. તેમ તેમ ક્રિમિનલો પણ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. એમાં પણ સુરતની તો વાત જ ક્યાં કરવી… સુરતમાં રોજબરોજ ગુનાહિત પ્રવૃતિઓના કિસ્સાઓ સામે આવતા હોઈ છે. ત્યારે  સુરતમાં કેટલાક ભેજાબાજોએ સાથે મળીને 27 રાજ્યોમાં કિચનવેર સસ્તા ભાવે વેચાણની જાહેરાત મૂકીને લોકો પાસેથી છેતરપિંડીથી 30 કરોડ રૂપિયા પડાવી લીધા. મહત્વની વાત છે કે આ ફ્રોડની માહિતી સરથાણા પોલીસને મળતા જ પોલીસે ત્રણ સૂત્રધાર સહિત કુલ છ આરોપીને ઝડપી પાડ્યા છે અને એક સૂત્રધાર વોન્ટેડ છે.

સુરત ખાતે કિચનવેર સસ્તા ભાવે વેચાણની જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરતા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી અને લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી આનુસાર, સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ લોકો માટે હાનિકારક છે અને એટલા માટે જ કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો તમામ બાબતોની ખરાઈ કરીને સોશિયલ મીડિયા પરથી વસ્તુની ખરીદી કરવી જોઈએ. ત્યારે સુરતના સાત ઈસમો એ સાથે મળીને ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી અને લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સુરતના સરથાણા અને મોટા વરાછામાં આ ઈસમો દ્વારા 37,000માં ત્રણ દુકાન ભાડે રાખવામાં આવી હતી અને માત્ર 12 ધોરણ ભણેલા ત્રણ ઈસમોએ ફેસબુક પર બોગસ આઈડી તેમજ વેબસાઈટની જાહેરાત મૂકીને કિચનવેર તેમજ ઘરવખરી સસ્તા ભાવે લોકોને મળશે તેવી જાહેરાત ચલાવી હતી અને આ જાહેરાતના જાંસામાં આવેલા લોકો પાસેથી 30 કરોડ રૂપિયા પડાવી લીધા હત.

સરથાણા પોલીસે બાતમીના આધારે સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઇન્ટના સાતમા માળે, મેરીટોન પ્લાઝામાં ત્રીજા મળે અને મોટા વરાછામાં આઇટીસી બિલ્ડિંગમાં આઠમાં મળે દુકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન આ સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં યસ બીટેકનો અભ્યાસ કરી ચૂક્યો છે અને પાર્થ એમસીએનો અભ્યાસ કરી ચૂક્યો છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ પણ કબજે કરી છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આશિષ હડિયા ભાવનગર અને જુનાગઢથી સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ લાવતો હતો. આશિષ લોકોને પાંચ થી દસ હજાર રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી બેંકની કીટ ડોક્યુમેન્ટ તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. આ ઇસમો પાસેથી પોલીસને 700 ઇ-મેલ પણ મળ્યા છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 21 મોબાઇલ, 32 સિમ કાર્ડ, 30 atm કાર્ડ, 18 આધાર કાર્ડ પાનકાર્ડ પાસબુક બેન્કની કીટ, 1 કાર, 5 રબર સ્ટેમ્પ, 4 સ્વાઇપર, 4 રાઉટર અને 9 ક્યુઆર કોડ જપ્ત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.