Surat : નવરાત્રિની શરૂઆત થઈ છે. ત્યારે ખેલૈયાઓની આડમાં નશો કરીને ધમાલ મચાવનારા સામે પોલીસે એકશન પ્લાન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે. તેમજ રસ્તામાં ચેકીંગ કરવામાં આવી રહ્યાં છે. અને જરૂર લાગે તેમના બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહ્યાં છે.
સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ આવેલો છે જ્યાંથી પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 24 કલાક બાજ નજર રાખે છે. નવરાત્રી દરમ્યાન પોલીસ દ્બારા મોટા ગરબા આયોજકો પાસેથી આઈપી એડ્રેસ મંગાવીને કમાંડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી નવરાત્રી આયોજનો પર લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અહી પોલીસની ટીમ સતત હાજર હોય છે જેઓ શહેરના અલગ અલગ રસ્તાઓ સહીત નવરાત્રીના મોટા આયોજનો પર નજર રાખી રહી છે.
નશાબાજોની ખેર નથી
દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે. જેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાઈ તો તેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાય રહી છે.
પોલીસની વિશેષ કામગીરી
નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે. તેમજ પોલીસ બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડીટેઇન કરવાની કાર્યવાહી કરાય રહી છે. ના માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રિ આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પર પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે.