અળસીનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. ત્યારે ઘણાં લોકો એવા હોય છે જેમને અળસી બહુ ભાવતી હોય છે, જ્યારે અનેક લોકો અળસીને સાવ પણ ભાવતી નથી, પરંતુ તમને જણાવી દઇએ કે અળસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય માટે અળસી તમારે રૂટિનમાં ખાવી જરૂરી છે. આ ઉપરાંત અળસીનું તેલ પણ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમજ અળસીના બીમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા 3 જેવા હેલ્ધી ફેટ્સ હોય છે. જે શરીરને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય એક સાથે અનેક ઘણાં ન્યુટ્રીએન્ટ્સ હોય છે જે તમે અનેક બીમારીઓમાં ખાય શકો છો.
જાણો અળસી કઇ બીમારીઓમાં ઉપયોગી છે.
ડાયાબિટીસ :
તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમારે અળસીનું સેવન કરવુ જોઇએ. તેમજ ડાયાબિટીસના લોકો માટે અળસી ખાવી બેસ્ટ છે. અળસીના બીજમાં ફાઇબર હોય છે જે સુગર ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ ઇન્સ્યુલિન પ્રોડક્શન વધારે છે જે ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
હાઇ બીપી :
અળસીમાં રહેલું ફાઇબર બાઇલ જ્યૂસ વધારવાનું કામ કરે છે. તેમજ અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેમજ તમને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવા :
સાંધાના દુખાવાથી તમે કંટાળી ગયા છો તો અળસી ખાવાનું શરૂ કરી દો. નિયમિત એક ચમચી અળસી ખાવાથી સાંધાના દુખાવામાંથી રાહત થાય છે. આ સિવાય એક ચમચી અળસી ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે. અળસીમાં કેલ્શિયમનું પ્રમાણ સારુ હોવાથી તમે રોજ ખાસો તો સાંધાના દુખાવામાં રાહત થાય છે અને સાથે સાંધા જકડાવાની સમસ્યા ઓછી થઇ જાય છે.
કબજીયાત :
અળસીના બીજમાં ફાઇબરની માત્રા સારી હોય છે, જે કબજીયાતની સમસ્યા માટે સૌથી બેસ્ટ છે. તમને કબજીયાતની તકલીફ રહે છે તો તમે અળસીના બી પલાળીને ખાઓ જેથી મેટોબોલિઝ્મને સ્ટ્રોંગ કરે છે અને આ સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.
પીસીઓડી :
મહિલાઓને થતી પીસીઓડીની સમસ્યામાં અળસીના બીજ ફાયદાકારક છે. તેમજ આ બી હોર્મોનલ સંતુલન વધારે છે અને પિરીયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા વજનને બેલેન્સ કરવાનું કામ કરે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.