• 11.72 લાખથી વધુ રેલવે કર્મચારીઓને બોનસ અપાશે: કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જાણકારી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઈ કાલે  કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી  છે. દિવાળી પહેલા રેલવેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવા બેઠકમાં સહમતી સધાઈ હતી. આ સાથે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને પણ મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પૂજાની રચાઓ પહેલાં કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓને લાભ મળશે.

રેલવે કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલાં 78 દિવસનું બોનસ અપાશે. તેની પાછળ કુલ રૂ. 2,028 કરોડનો ખર્ચ થશે. આ બોનસ રેલવેના 11,72,240 કર્મચારીઓને મળશે. કેબિનેટ બેઠક પછી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના હાલ 13 લાખથી વધુ કર્મચારી છે. તેમાંથી લગભગ 1.59 લાખ કર્મચારીઓ ગયા નાણાકીય વર્ષમાં જોડાયા હતા. સરકારે જાહેર કરેલા બોનસ મુજબ પ્રત્યેક કર્મચારીને 78 દિવસ માટે મહત્તમ 17,951 રૂપિયા મળશે.

આ બોનસનો લાભ રેલવે કર્મચારીઓની વિવિધિ કેટેગરી, જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, ઓબ્ઝર્વર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, ગૂ્રપ સી સ્ટાફ, પોઈન્ટ્સ મેન, મિનિસ્ટિરયલ સ્ટાફ અને અન્યોને મળશે.

કેબિનેટે રેલવેના કર્મચારીઓને બોનસની સાથે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગેના નિર્ણયો પણ લીધા હતા. આ સાથે કેન્દ્રીય કેબિનેટે 2020-21થી 2025-26ના સમય માટે મોટા બંદરો અને ડોક લેબર બોર્ડ્સના કર્મચારીઓ અને કામદારો માટે પ્રોડક્ટિવ લિંક રિવોર્ડ (પીએલઆર) યોજનામાં સુધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી 20,704 કર્મચારીઓને લાભ મળશે અને આ યોજના પાછળ સરકારને રૂ. 200 કરોડનો ખર્ચ થશે.

પીએલઆર યોજના હેઠળ વળતરની ગણતરી હવે ઓલ-ઈન્ડિયા પરફોર્મન્સના બદલે પોર્ટ સ્પેસિફિક પરફોર્ન્સના આધારે થશે. વ્યક્તિગત પોર્ટ પરફોર્મન્સ માટેનું વેઈટેજ 2025-26 સુધીમાં ક્રમશ: 50 ટકાથી વધારીને 60 ટકા કરાશે જ્યારે ઓલ ઈન્ડિયા પરફોર્મન્સ વેઈટેજ 40 ટકા સુધી ઘટાડાશે. બોનસની ગણતરી માટે પગારની મર્યાદા માસિક રૂ. 7,000 કરવામાં આવી છે. વધુમાં કેબિનેટે ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપી દીધી છે. તેની પાછળ 63,246 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.\

બોનસ પ્રશ્ર્ને રેલવે કર્મચારીઓ સોશિયલ મીડિયાના સહારે

કેટલાક રેલ્વે યુનિયનોએ ગુરુવારે છઠ્ઠાને બદલે સાતમા પગાર પંચના આધારે ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસની માંગણી સાથે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું હતું . આઈઆરઇએફએ પખવાડિયા પહેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવને સાતમા પગાર પંચ મુજબ ઉત્પાદકતા આધારિત બોનાસની માંગ સાથે પત્ર લખ્યો હતો, પરંતુ તેના પદાધિકારીઓએ જણાવ્યુ હતું કે તેમને સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આથી તેમની માંગણી માટે દબાણ કરવા માટે, રેલ્વે યુનિયનોએ ગુરુવારથી ડ ( ટ્વીટર ) પર સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે.

સાતમા પગાર મુજબ બોનસ આપવા રેલવે કર્મચારીઓની રજુઆત

રેલ્વે કર્મીઓએ જણાવ્યુ હતું કે સરકારી ધારાધોરણો અનુસાર, રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારની બરાબર ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ મળવું જોઈએ. પરંતુ હાલની ચુકવણી રૂ. 7,000ના માસિક પગાર ધોરણ પર બોનસ રૂ.17,951 છે, જે હાલમાં કોઈપણ રેલવે કર્મચારીનો માસિક પગાર નથી, તેવું આઈઆરએસટીએમયુના જનરલ સેક્રેટરી આલોક ચંદ્ર પ્રકાશે જણાવ્યુ હતુ.આ ઉપરાંત પ્રકાશે જણાવ્યુ હતુ કે, “સાતમા પગાર પંચના અમલ પછી, રેલવેમાં લઘુત્તમ માસિક બેઝિક પગાર રૂ. 18,000 છે, જે બોનસની રકમ વધારીને રૂ. 46,159 કરી દે છે. ઇન્ડિયન રેલ્વે એમ્પ્લોઇઝ ફેડરેશન (આઇઆરઇએફ)ના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંઘે જણાવ્યું હતું કે, છઠ્ઠા પગારપંચ મુજબ લઘુત્તમ પગારના આધારે દર વર્ષે દશેરા પહેલા અમને ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ મળે છે, જે અન્યાયી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.