સૂત્રાપાડા: રાજ્યનાં નાણાં, ઊર્જા, પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇનાં હસ્તે ગીર સોમનાથ જિલ્લાનાં પ્રભાસ પાટણ અને પ્રાંચી સબ ડિવીઝનમાંથી વિભાજીત કરેલ સૂત્રાપાડા સબ ડિવીઝનનાં ઓફિસ ભવનનું 285 ચોરસ મીટરનું કાર્ય 1.07 કરોડનાં ખર્ચે સંપન્ન થવા સાથે આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને ગીરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી એટલે કે 3,672 ફુટની ઊંચાઇ સુધી અંડર ગ્રાઉન્ડ કેબલને એચ.ડી.પી.ઇ.પાઇપ માંથી પસાર કરી પાથરવાનું કાર્ય 7.92 કરોડનાં ખર્ચે સંપન્ન થતાં લોકાર્પણ કરી તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી અને મહાનુભાવોએ પહેલા નોરતાની વહેલી પરોઢે ગીરનાર પર્વત પર બિરાજતા માતા ભવાનીનાં દર્શન પૂજન કરી અંબાજી ખાતે 100 કીલોવોટનાં ટ્રાન્સફોર્મર સેટને રીબન અનાવરણ કરી ખુલ્લુ મુક્યું હતું.

ભવનાથ ખાતે આયોજીત ઈ-લોકાર્પણ સમારોહમાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતની 33 ટકા જનસંખ્યાને વિજ પુરવઠાથી સંધાન કરતુ PGVCL 13 જિલ્લા 91 ટાઉન અને 5700 ઉપરાંત ગ્રામ વિસ્તારને આવરીને આજે લોકસુખાકારીમાં અવ્વલ છે ત્યારે ગુજરાતનાં પવિત્ર યાત્રાધામો અને સાગરતટનાં ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠામાં વીજ ગ્રાહકોની વિશ્વસનિયતા જળવાઇ રહે તે દિશામાં રાજ્ય સરકાર અનેકવિધ લોકહીતનાં કાર્યો કરી રહી છે.

આ પ્રસંગે સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર ઈલેકટ્રીફીકેશન કાર્ય સમયમર્યાદામાં સંપન્ન કરનાર વીજવિભાગનાં કર્મયોગીઓ અભિનંદનને પાત્ર છે. સાગરકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિજ થાંભલે વીજવાયરને દરીયાઇ ક્ષારનાં કારણે  થતાં નુકશાન અને વીજપ્રવહનમાં પડતી અગવડતાઓ નિવારવા અંડરગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી પૂર્ણ થતાં વીજપુરવઠો વધુ સારી રીતે સાતત્યપુર્ણ મળતો થશે. ગીરનાર પર્વત પર કુલ સાત જગ્યાએ વિવિધ ક્ષમતાનાં ટ્રાન્સફોર્મર સાથે 11 કીલોવોટનો વીજ કેબલ 100 મીલીમીટર વ્યાસની પાઇપ માંથી પસાર કરી જટાશંકર, પાણીનો ટાંકો, માળીપરબ, જૈન દેરાસર, ગૌમુખી ગંગા મંદીર, અંબાજી અને તળેટી આમ સાત જગ્યાએ અલગ અલગ ક્ષમતાનાં ટ્રાન્સફોર્મર પ્રસ્થાપિત કર્યાં છે. સોમનાથ મંદીર, ભાલકા, પરબધામ, ચેલૈયાધામ, દાતારહીલ, સાસણ, ભીડભંજન મંદીર ઉમિયાધામ ગાંઠીલા આમ આઠેક તિર્થધામોની 12.99 કલોમિટરની અંડર ગ્રાઉન્ડ કેબલીંગ કામગીરી 244.33 લાખનાં ખર્ચે મંજુર થયેલ જે પૈકી પાંચ કામોની 7.07 કીલોમિટરની 134.33 લાખનાં ખર્ચની કામગીરી સંપન્ન થયેલ છે. બાકીની કામગીરી પ્રગતીમાં છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત જૂનાગઢનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, પૂર્વ મેયર જ્યોતી વાછાણી, પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ભવનાથ તિર્થક્ષેત્રનાં સંતો દલપતગીરી બાપુ, પ્રતાપગીરી બાપુ, પવનગીરી બાપુ , શ્રધ્ધાનંદજી, અગ્રણી પ્રદિપ ખિમાણી, આરતિ જોષી, હરેશ પરસાણા, ભાવેશ વેકરીયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય ઈજનેર આર.જે.વાળા, પી.જે.મહેતા, અધિક મુખ્ય ઈજનેર બી.ડી.પરમાર, કે.બી.શાહ, અધિક્ષક ઇજનરેરી એસ.એચ. રાઠોડ, જનરલ મેનેજર કે.એસ.મલકાન, અધિક્ષક ઈજનેર યુ.જી.વસાવા, ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.