સુરતમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક દ્રારા 15 જૂન થી 15 ઓગસ્ટ સુધીના 2 મહિનામાં 11 હજાર 111 થી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. 2 મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા  ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપકનું નામ નોંધાયું છે

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક દ્રારા 15 જૂન થી 15 ઓગસ્ટ સુધીના ૨ મહિનામાં ૧૧ હજાર ૧૧૧ થી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. ૨ મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા  ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપકનું નામ નોંધાયું છે.

ત્યારે તેમની સાથે વાતચીત કરતા તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 15 જૂન થી 15 ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે 2 મહિના માં 11,111 થી વધારે વૃક્ષો વાવીને ચાર સિધ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચનો આપે છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે.

આ વર્ષે ઈવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્ડ રેકોર્ડ્સ ના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરનાં અલગ અલગ વિસ્તારમાં 111 11 વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા. અમે 2 મહિનામાં જ 11,111 થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણને લઇ અમને ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે. ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો એને પ્રોજેક્ટની વાત કરતા સતિષભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે , અમારી દ્વારા ગરીબ પરિવારને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.