પાટણ: હારીજના દાંતરવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા  સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલ ઠાકોરના જન્મ દિવસ નિમિત્તે  પરિવાર સાથે કન્યા શાળાની 300 દીકરીઓ વચ્ચે પોહચી કેક કાપી ત્યારબાદ  તિથિ ભોજન પીરસી દીકરીઓને  અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

સોનલબેન ઠાકોરે પોતાના 39માં જન્મ દિવસ નિમિત્તે સાદગી પૂર્ણ ઉજવણી કરી  પ્રથમ નવરાત્રીના રોજ  જન્મ દિવસ નિમિત્તે હારીજમાં આવેલ  કન્યાશાળાની 300 જેટલી શ્રમિક દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી અભ્યાસ કીટનું વિતરણ કરી સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં સોનલ ઠાકોરે,પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, જીગર મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે આ કાર્યક્રમમાં દિલીપ ઠાકોર,સોનલ ઠાકોર,જમના જીગર મહેતા, મહેશ દેસાઈ,શાળાના આચાર્ય, શિક્ષકગણ, સહીત બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

દીપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.