જુનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપરહણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં છે. તેમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો હતો. આસાથે ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે.
જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં
ત્યારે આજે જેલમાં બંધ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શર્તે હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવી હતી. આ સાથે મળતી માહિતી મુજબ આવતીકાલે ગણેશ જેલમાં છૂટો થશે. ત્યારબાદ તે જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં.
શું હતી ઘટના
તારીખ 30 મે ની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરાયું હતુ. આ સાથે સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. ત્યારે ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો પણ ત્યાંથી જ કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.