ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે જ લેવાયો નિર્ણય: અન્ય રાજય સરકારો શું કરશે?
રાજસ્થાનમાં ‘પદ્માવત’ રીલીઝ નહી થાય તેમ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સ્પષ્ટ કરી દીધું છે. હજુ ગઈકાલે ફિલ્મ રીલીઝ થવાની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. ૨૫ જાન્યુઆરીના રોજ રીલીઝ થનારી ફિલ્મ અંગે અન્ય રાજયો શું નિર્ણય લે છે તેજોવાનું રહે છે. રાજેએ કહ્યું કે રાજસ્થાનના બહુજન સમુદાયની લાગણી રાણી પદ્માવતી સાથે જોડાયેલી છે. તેથી રાજસ્થાનના એક પણ સિનેમાઘરમાં ‘પદ્માવત’ કયારેય રીલીઝ નહી કરાય આ ઓફિસિયલ સ્ટેટમેન્ટ છે.
ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડે ફિલ્મને યુ/એ સર્ટિફીકોટ સાથે પાસ કરી દીધા પછી પણ ચોકકસ સંગઠન ફિલ્મને રજૂ થવા દેવા માગતા નથી તેથી રાજસ્થાન સરકારે નિર્ણય લીધો છે. નિર્માતા સંજય લીલાએ પણ વિડીયો જારી કરીને કહ્યું છે કે રાજપૂત સમુદાયની લાગણી દુભાય તેવું આમાં કાંઈ નથી ઉલટાનું અને રાણીની વીરતા અને બલિદાન ભાવનાને ઉજાગર કરી છે. આમ છતાં વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મોદ્યોગ સંજયની પડખે છે. અગાઉ ગુજરાત સરકારે ફિલ્મ પદ્માવત (પદ્માવતી) પર પ્રતિબંધ મૂકયો હતો હવે જોવાનું એ રહે છે કે ‚પાણી સરકાર આ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થવાની મંજૂરી આપે છે કે પછી રાજેની જેમ પ્રતિબંધ મૂકે છે.