મીડિયાને વ્યકત કરવાનો અધિકાર છે પરંતુ ખોટા સમાચાર વગોળવાનો નહીં: સુપ્રીમ
સોમવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ફ્રિડમ ઓફ સ્પીચ, બોલવા અને વ્યકત કરવાનો મીડિયાનો અધિકાર છે. તેનો તેમણે આનંદ માણવો જોઈએ. રિપોર્ટીંગમાં નાની નાની ભુલો યોગ્ય છે પરંતુ કોઈને વ્યકિતગત એક હદ સુધી વગોવવું જોઈએ નહીં. જોકે બંધારણીય રીતે તે માન્ય છે પરંતુ માનવતાનો તેમણે ખ્યાલ રાખવો જોઈએ.
એક મહિલા અરજદારે જણાવ્યું હતું કે, તે પ્રતિષ્ઠીત સરકારી અધિકારીની પુત્રી છે તેની માતા પણ બિહારમાં મંત્રી છે. સપ્ટેમ્બર ૧૨ના રોજ તેમણે પટના હાઈકોર્ટમાં પ્રતિષ્ઠીત પત્રકાર વિરોધ ખોટા સમાચાર છાપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. અરજદારનું માનવું છે કે, પત્રકારે તેની વાતને વગોવી નાખી જે યોગ્ય નથી. આ ઘટના વર્ષ ૨૦૧૦માં પ્રકાશમાં આવી હતી.
જેમાં ગેરકાયદેસર જમીન મામલે હિન્દી ટીવી ચેનલે ખોટુ પ્રદર્શન કરી ગુનામાં ગણાવાયા હતા. જયારે કાઉન્સીલ કમિટીની બેઠક કરવામાં આવી ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમારે સહન કરતા શિખવુ પડશે. અરજદારે ઘણા પૈસા અને સમય વ્યર્થ વાપર્યો પરંતુ ખોટા સમાચારના કારણે તેને કૌભાંડ ગણી નાખવામાં આવ્યું ત્યારે સુપ્રીમે અરજદારની અરજી ફગાવતા જણાવ્યું હતું કે, મીડિયાને બોલવા તેમજ વ્યકત કરવાનો અધિકાર છે. હોય શકે કે રીપોર્ટીંગમાં કશુક ચુક થઈ ગઈ હોય. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ એક ગુનો તો છે પરંતુ મોટી બાબત નથી માટે તેમને ૨ વર્ષ જેલની સજા આપવામાં આવશે. કારણકે તેઓ ખોટુ વગોવી શકે નહીં.