Navratri : આસો સુદ એકમ એટલે કે શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાજીનું પુજન અર્ચન કરવામાં આવે છે. આ સાથે નવરાત્રીનો પ્રથમ નવદુગા પ્રથમ સ્વરૂપ શૈલીના સ્વરૂપની પુજા કરવામાં આવે છે. ત્યારે શૈલપુત્રીની પુજાનું શું મહત્વ છે, શક્તિ રીતે માતાજી શૈલ વર્ણન તરીકે ઓળખાય છે. તેમજ ક્યા મંત્રી વડે માતાજીને રિઝવી શકાય છે.
કઈ રીતે ઓળખાયા માં શૈલપુત્રી તરીકે :
શારદિય નવરાત્રીમાં દુર્ગાનું પહેલુ સ્વરૂપ શૈલપુત્રી નામથી ઓળખાય છે. શૈલનો અર્થ થાય છે પર્વત તેમજ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રત્ન તરીકે અવતરીત થયા હોવાના કારણે માનુ પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.
માં શૈલ પુત્રી પુર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિના પુત્રી સતી હતા. તેમના વિવાહ દેવાધિદેવ મહાદેવની સાથે થયા હતા. દક્ષ પ્રજાપતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ દેવગણોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે માત્ર શિવજીને જ તેમાં આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. પરંતુ દેવી સતીએ શિવજી પાસે જીદ કરી યજ્ઞમાં આમંત્રણ વગર ગયા હતા. જ્યાં તેમના પતિનું સ્થાન ન જોતા પોતે અપમાનીત થયા હતા. આમ, પોતાના જ પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા પોતાના પતિનું થયેલ અપમાન સહન ન કરી શકતા દેવી સતીએ પોતાના યોગ અગ્ની દ્વારા પોતાના શરીરને ભષ્મ કરી દીધુ હતું. ત્યારબાદ દેવી સતી પોતાના આગળના જન્મમાં પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રત્ન તરીકે અવતરીત થયા બાદ પાર્વતી સ્વરૂપે ઓળખાયા હતા. આ સાથે શૈલ પુત્રીની પુજા કરવાથી તે સમસ્ત વનચર, જળચર, નભચર અને વન્યજીવ પશુ પક્ષીઓની રક્ષા કરે છે.
ક્યા આવ્યુ માં શૈલ પુત્રીનું મંદિર :
શૈલ પુત્રી માતાજીનું સ્વરૂપ દિવ્ય દર્શન આપનારું છે. આ સાથે શૈલ પુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજીના જમણા હાથમાં ત્રિશુળ છે. જ્યારે ડાબા હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે. માતાજી વૃષભ એટલે કે બળદ પર બિરાજમાન છે. તેમજ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શૈલ પુત્રીની આરાધના કરવાથી મનની શુધ્ધી થાય છે, તો સાત્વિક વિચારોમાં વૃધ્ધિ થાય છે. તેમજ માતાજીના આ સ્વરૂપની પુજા કરવાથી મનુષ્યની અંદર રહેલ દુર્ગુણોનો પણ નાશ થાય છે. આ ઉપરાંત સાધકો અને યોગીઓ શારદિય નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલ પુત્રીની ઉપાસના કરી તેમને પોતાના મુલાધાર ચક્રમાં સ્થિર કરે છે. તે કર્યા પછી જ શારદિય નવરાત્રીના પ્રથમ દિવસે યોગ સાધના અને અનુષ્ઠાનનો પ્રારંભ કરે છે.
ભારત વર્ષમાં માં શૈલ પુત્રીનું મંદિર કાશી ક્ષેત્રના અલઈપુરમા આવેલ છે. આ સાથે માં શૈલ પુત્રીની પુજા કરવાથી ભક્તો માતાજીની કૃપાના પાત્ર બને છે. તેમજ એવુ કહેવાય છે કે માના દર્શન કરવા માત્રથી વૈવાહિક જીવનના તમામ કષ્ટો દુર થાય છે. આ સાથે અલઈપુરના શૈલપુત્રી માતાના મંદિરમા 3 વખત આરતી કરવામાં આવે છે.
ક્યા મંત્ર દ્વારા માં શૈલપુત્રીનું ધ્યાન ધરી શકાય :
वन्दे वाञ्छित लाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
તેનો અર્થ થાય છે કે , માં ભગવતી આપ સમસ્ત મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. તમે વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. તમારા ભાલમાં દિવ્ય તેજ સમાન ચંદ્રમાંને ધારણ કરેલ છે. હૈ માં શૈલપુત્રી તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો.
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાજીના મંત્ર જાપ અને આરાધના કેવી રીતે કરી શકાય તે જાણીએ. નીચે દર્શાવેલ મંત્રની શક્ય હોય તો 9 માળા કરવી.
विशोका दुष्टदमनी शमनी दुरितापदाम्। उमा गौरी सती चण्डी कालिका सा च पार्वती…
આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણથી કરવો જોઈએ અથાવ તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલ પુત્રી સ્વરૂપની મહાપુજા કરી ચંડિપાઠ કરાવવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નવાર્ણ મંત્રની 9 માળા કરવી જોઈએ .
શૈલપુત્રી માતાના બિજ મંત્ર
1.ह्रीं शिवायै नम:
2.ऊं ह्रीं श्री शैलपुत्री दुर्गायै नम:
માતાજીને શું ભોગ ધરાવવો :
પહેલા દિવસે માતાજીની મહાપુજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુધ્ઘ ઘીનો ભોગ લગાવવામાં આવે છે. આ દરમિયાન આમ કરવાથી મનુષ્યો તમામ પ્રકારના રોગો માંથી મુક્તિ પામે છે.