પેકેટમાં આવતા પેસ્ટારાઇઝ દૂધને ગરમ કરવુ જોઇએ કે નહી આ સવાલ લગભગ તમામને થાય છે નવી ટેકનોલોજીના આવવા છતા આપણે વર્ષા જુની પરંપરાને નથી છોડતા તેમજ આ પ્રશ્ન પણ આપણા માટે સૌથી મોટો બની રહે છે. શું આપણે દૂધને ઉકાળવુ કે નહી!
શું છે, પેસ્ટરાઇઝેશન
પેસ્ટરાઇઝેશન ૧૯માં સદીમાં શોધાયેલ ટેકનોલોજી છે. જેમાં દૂધને ખૂબ જ વધુ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે. અને ત્યારબાદ તરત જ એકદમ ઠંડુ કરવામાં આવે છેે. જે બાદ તેને પેકિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી દૂધ ફ્રેશ રહે છે. અને પેસ્ટરાઇઝેશનની પ્રક્રિયાથી દૂધમાં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે.
તો શું દૂધ ગરમ કરવુ જોઇએ?
ભારતના દરેક ક્ષેત્રમાં ડેરીમાંથી લાવવામાં આવેલ પેસ્ટરાઇઝડ દૂધને ગરમ કરવામાં આવે છે પરંતુ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રો.સૌરભ ગુપ્તા કહે છે કે જ્યારે આપણે પેસ્ટરાઇઝડ કરીએ છીએ ત્યારે બેક્ટેરિયાના નાશ સાથે તેની સેલ્ફલાઇફમાં વધારો કરીએ છીએ. પરંતુ જો તેને ફરી ઉકાળવામાં આવે છે તો આપણે દૂધની સેલ્ફ લાઇફને ફરી ઘટાડી દઇએ છીએ.
માન્યતા
નિષ્ણાંતોના મતે ટેટ્રાપેક અથવા પ્લાસ્ટિક પેક પેસ્ટ રાઇઝડ દૂધને ગરમ કરવા પાછળ બે મુખ્ય કારણો છે. એક તો આપણે માનીએ છીએ કે ‘ઉકાળેલા દૂધની સેલ્ફ લાઇફ વધે છે. બીજુ પેકેટમાંથી સીધુ દૂધ કંઝ્યુમ કરવાનો વિચાર આપણામાંથી મોટાભાગના લોકોને ખોટો લાગે છે.
પેસ્ટ રાઇઝ્ડ દૂધ ગરમ કર્યા બાદ વધુ જલદી બગડે….
જીબી પંત યુનિવર્સિટીનના ફુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના આસીે. પ્રોફેસર ડો.અનિલ કુમારનું કહેવું છે. કે ‘પેસ્ટરાઇઝ્ડ દૂધને ૪ ડિગ્રીથી ઓછા તાપમાન પર સ્ટોર કરીને ૭ દિવસ સુધી વાપરી શકાય છે. પરંતુ જો તમે તેને બોઇલ કરો છો તો તેની સેલ્ફ લાઇફ 24 થી 30કલાક જેટલી જ બચી જાય છે. તેમજ તેમાં રહેલા વિટામિનનાં ફાયદા પણ આપણે ગુમાવી દઇએ છીએ