એક સમય એવો હતો જ્યારે આપણે પોતાના વતન જઇ ને વેકેશનની મોજ માણતા. ત્યારે ગામડામાં એ બાળપણ ક્યારે વીતી જતું ખબર જ નાં પડતી. આજના સમયમાં આપણે જોઈએને ને ત્યારે થાય કે ફરીથી એ બાડપણમાં દિવસો પાછા આવી જાય. આજે  વેકેશન પળે એટલે માબાપ પોતાના બાળકોને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દઈ છે, એ કેમ ભૂલી ગયાં કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો તેના બાળપણનાં સમયને માણવાનાં છે. ત્યારે તેઓ પોતાના બાળકોને આપવો જોઈએ અને તેમણે જૂની રમતો અને પોતાના વતને લઈ જવા જોઈ જ્યાં તમને તમારુ બાળપણ વિતાવ્યું હોય. હા! વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ બધાને લાગુ પડે છે કારણ કે આ સમયમાં એકબીજાની સાથે રહીને આનદ માણી શકીએ. ત્યારે ચાલો આપણે આજે એ જૂની રમતોને યાદ કરીએ જે આપેન પહેલાં રમતા આજે આ રમતોનું સ્થાન ઓનલાઈન ગેમ લઈ લઈ લીધું છે. પણ ખરી મોજ તો આ રમતો દોસ્તો સાથે રમવાની મોજ આવે એ આજની પબજી ગેમમાં પણ નો આવે… આ વેકેશમાં એ જૂની રામતોને યાદ કરી ફરી એકવાર બાળપણની યાદોમાં જઇ.

પહેલાં સમયમાં વેકેશનનું નામ પડે એટેલ મામાનું ઘર યાદ આવતું. આજે આ બધુ જ વિસરાઈ ગયું છે.આજનું  વેકેશન ઘરની ચાર દીવાલોની અંદર મોબાઈલ ફોન લઈ લીધું, એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ આ બધાની વચ્ચે વેકેશનાં એ જૂના દિવસો ક્યાં ખોવાઈ ગયાં ખબર જ નાં પળી. એમાં પણ ગિલ્લીદંડા, (સતોડિયું) નગોલ, થથ્પો દા, ડબો ડૂલ, લખોટી , લંગડી, ખો-ખો જેવી રમતો આજના આધુનિક બાળકો નથી જાણતા.આ એવી રમતો હતી જે બાળપણની સાથે બાળકનો પણ વિકાસ કરતી હતી.માનસીક અને શારીરીક રીતે બાળકને મજબુત બનાવતી હતી.પરંતુ આજે આ રમતો માત્ર ઈતિહાસમાં રહી ગઈ છે.

.

કંચા (લખોટી)
કંચા (લખોટી)

કંચા(લખોટી)

કંચા તે સમય માં પરંપરાગતરમત હતી રોજ શેરીમાં  બાળકોને કંચા લઇને તે સમયે ઝગડતા કેટલા સરળતાથી મળી રહેતા આ રમત માં, કેટલાક માર્બલ્સની ગોળીઓ બાળકો પાસે હોય છે. એક ગોળી થી બીજી ગોળી ને નિસાન લગાવાનું હોય છે અને નિસાન લાગી જાય તો તે ગોળી આપણી થઈ જાય કયારેક આખા ઉત્તર ભારતમાં આ રમત રમતી આ રમત આજે પૂર્ણ થઈ ગઈ આજે  માત્ર ઉત્તર ભારતના કેટલાક જ વિસ્તારોમાં રહી છે.

ગિલ્લીદંડા (મોઈ દાંડિયા)
ગિલ્લીદંડા (મોઈ દાંડિયા)

ગિલ્લીદંડા (મોઈ દાંડિયા)

પુરા હિન્દીભાષી વિસ્તારોમાં આ રમત સૌથી ઉપર રહેતી હતી તો કેટલાક વિસ્તારોમાં આ રમત રમાયરહી છે, પરંતુ આ આજે છે, ક્યાક ને ક્યાંક દૂર થઈ ગઈ છે તેને એક વેલણ આકાર ની લાકડી થી રમી શકાય છે જેની લંબાઈ બેસબોલ અથવા ક્રિકેટના બેટ બરાબર હોય છે અને આ જ પ્રકારની નાની લાકડીને  ગિલી કહેવામાં આવે છે. એક ખેલાડી ગીલ્લીને લાકડીની મદદથી મારે છે અને બીજો ખેલાડીતે ગીલ્લી ને પકડવાનો(કેચ) પ્રયાસ કરે છે. જો તે પકડાય(કેચ)થય જાય તો તે આઉટ.નકર ગીલ્લી જ્યાં પયડી ત્યાંથી લાકડીને મારવાની હોય છે

દોરડા ખેચ
દોરડા ખેચ

દોરડા ખેચ

ટીમ વર્ક સાથે તાકાતનો પરચો બતાવવા માટેની ઉત્તમ રમત એટલે દોરડા ખેંચ.જેમાં બે ટીમ હોય છે.જે દોરડાના બંને છેડા તરફ ગોઠવાય જાય અને સામ સામે ખેંચે.તેમા જે ટીમ પોતાની તરફ બીજી ટીમને ખેંચી લે તે વિજય બને. ત્યારે જાણે વિજેતા ટીમ સૌ થી બળવાન હોઇ તેવો અનુભવ થતો.

દોરડા કુદવા
દોરડા કુદવા

દોરડા કુદવા

રમતા રમતા સારા સ્વાસ્થ્ય માટે દોરડા કુદવા શ્રેષ્ઠ છે. હાલ લોકો શરીર ઉતારવા દોરડા કુદતા હોઈ છે. ત્યારે દોરડા કુદવાથી મેટાબોલિઝમ વધે છે. આ રમતમાં બે બાળકો સામસામે ઊભી અને દોરડું પકડે છે.જ્યારે ત્રીજું બાળક વચ્ચે ઊભું રહી અને દોરડું કુદે છે..આવી રમતથી બાળકનું સ્વાસ્થ્ય સારૂ રહે છે અને તેના મિત્રો પણ વધે છે.

સતોડિયું
સતોડિયું

સતોડિયું

શારીરીક સ્વાસ્થ્યની કસોટી કરતી આ સતોડિયું રમત બાળપણ માટે શ્રેષ્ટ હતી.પરંતુ આજે થોડા ઘણા અંશે ગામડામાં જોવા મળે છે.આ રમત બે ટીમ વચ્ચે રમાય છે.એક ટીમના સભ્યો પથ્થર ગોઠવે અને બીજી ટીમના સભ્યો તેને દડા વડે વેખરવા માટે પ્રયત્ન કરે.આવી રમતથી બાળક ટીમવર્કના પાઠ પણ શીખતા હતા.

લંગડી
લંગડી

લંગડી

એક પગે દોડી અને કુદકા મારી અન્યને પકડવાની આ રમત આજના યુવાનો અને આધેડે પોતાના બાળપણમાં રમી જ હશે.પરંતુ ચારદિવોલ વચ્ચે અભ્યાસ કરતા આજના બાળકો આનાથી અજાણ હશે.જીવનમાં ધીરજના બોધપાઠ શીખવા માટે લંગડીની રમત ઉત્તમ ગણાય છે.આ રમતથી બાળક મિત્રો બનાવવાની સાથે દરેક સ્થિતિમાં કેવી રીતે જીત મેળવવી તે શીખી શકે છે.

થપ્પો
થપ્પો

થપ્પો (છુપ્પાછુપી)

થપ્પો કે છુપાછુપીથી પ્રચલિત રમત બાળકો માટે પ્રિય હતી.વગર વેરેન્ટેજની આ રમત રમવાથી બાળકો સ્ફૂર્તિવાન બનતા હતા.સાથે સતર્ક રહેવાનું પણ શિખતા હતા.આ રમત એલટી પ્રચલીત હતી કે આજના માતા-પિતા તેમના બાળપણમાં રમી ચુક્યા હશે.પરંતુ આજની તીન પતી જેવી ગેમમાં વ્યસ્ત રહેતા બાળકોને આની ખબર નહી હોય.

ચોર-પોલિસ
ચોર-પોલિસ

ચોર-પોલિસ

હવે માત્ર ફિલ્મોના પડદા પર જોવા મળતી આ લડાઈ ક્યારે સોસાયટીની શેરીમાં રમાતી હતી.બાળકોની બે ટીમ બને જેમાં એક પોલીસની ટીમ હોય અને બાકીના ચોર બને.અને પછી જામે કાયદાનું યુદ્ધ.ચોર ભાગે,સંતાય અને પોલીસ પીછો કરી તેને પકડે.શારીરીક શ્રમથી પરસેવા છોડાવી દેતી આ રમત બાળકો માટે ખુબ ફાયદા કારક હતી.

ભમરડો
ભમરડો

ભમરડો

બાળકોની પ્રિય રમતમાંની એક રતમ હતી ભમરડાની રમત.પરંતુ આજના આ રમત પણ જોવા નથી મળતી.આ રમત માટે એક દોરી અને ભમરડાની જરૂર પડે છે.જેમાં બાળકો  દોરી વીંટી ભમરડાને જમીન પર ફેરવે છે.

ટાયર ફેર
ટાયર ફેર

ટાયર ફેર

ગામના રોડ અને સેરીઓને રેસિંગ ટ્રેક સમજી ટાયરની રેસ બાળકો વચ્ચે જામતી.એક હાથમાં દંડો લઈને ટાયરને ફેરવી આગળ નિકળવાની એદભૂત રમત આજે વિસરાઈ ગઈ છે.

કોથળા દોડ
કોથળા દોડ

કોથળા દોડ

એક કોથળામાં ખભા સુધી પુરાઈને પછી કોથળો પકડીને કુદકા મારીને દોડવાની આ રમત આજે પણ યાદ કરો તો તમને પણ હસવું આવી જાય.આ રમત માટે બાળક શારીરીક રીક્ષે ખુબ જ સક્ષમ હોવા જોઈએ.આમા મુશ્લીના સમયમાં કેવી રીતે આગળ નિકળવું તેની બાળકને શીખ મળતી હતી.

મ્યુઝિક ચેર
મ્યુઝિક ચેર

મ્યુઝિક ચેર

આ ગમ પણ બાળકો સહિત યુવાનમાં પણ ખુબ લોકપ્રિય હતી.જેમાં ખુરશીની લાઈન હોય.અને સંગતી વાગતું હોય ત્યાં સુધી ખુરીશોની ફરતે બાળકો ચક્કર મારે.અને સંગીત બંધ થાય એટલે ખુરશીઓ પર બેસી જવાનું.જેને જગ્યા ન મળે તે આઉટ ગણાય..

આંધળો પાટો
આંધળો પાટો

આંધળો પાટો

આ પણ એક મજદાર રમત છે.જેમાં એક વ્યક્તિની આંખો પર પોટો બાંધી દેવામાં આવે.પછી તે જોયા વગર જ અન્ય લોકોને પકડવાના પ્રયત્નો કરે.જે પકડાય જાય તે આઉટ ગણાય.

ઘર-ઘર
ઘર-ઘર

ઘર-ઘર

આ રમત તો લગભગ દરેક વ્યક્તિએ રમી હશે.ઘર-ઘરની રમતમાં વાસ્તવ જીંદગી કેવી રીતે ચાલે તેની બાળકોને ખબર પડતી હતી..જેમાં પતી હોય, પત્ની હોય અને ઘરના સભ્યો હોય..સાથે ઘર કેવી રીતે ચલાવવું અને કેવી રીતે બંધાને એક કરીને રાખવા તેનું બાળકોને જ્ઞાન મળતું હતું.

આ સિવાય પણ ઓલ ટાઈમ ફેવરીટ ક્રિકેટ, ડબો ડૂલ, નદી-પર્વત, ઈંડાકૂકડી ,ભીતિયો , કલરે કલર કેવો કલર , સાક્ડ , શૉટ-ગો , એક પકડાતાં બે જેવી રમતો પહેલા બાળકો રમતા હતા.આજે પણ આ રમતોને યાદ કરાય તો બાળપણના સંભારણા સાથે લોકોના ચહેરા પર સ્મીત આવી જાય છે.

આજે બાળકોની રમત લેપટોપ અને કોમ્પ્યુટરથી મોબાઈલ સુધી સિમિત થઈ ગઈ છે.આજે બાળક રમત તો રમે છે પણ ઘરમા પુરાઈને મોબાઈલ સ્ક્રીન પર.જેથી બાળકનો સમય,સ્વાસ્થ્ય અને માનસીકત સ્થિતિ બગડે છે.લાંબો સમય સુધી ડિજિટલ ઉપકરણો પર વિતાવતા ખુબ નાની ઉંમરે નંબર આવી જવાના કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

આધુનિક યુગમાં રમાતી રમતો પબજી, લુડ્ડો, ત્તીન પતિ, ટેમ્પલ રન, કોઈન માસ્ટર, ટીકટોક, ફ્રી ફાયર, વ્હોટસ એપ, યૂ ટ્યુબ જૂની રમતો જે આજના માતા પિતા તેના બાળપણમાં જરૂર રમી હશે.અને આધુનિક રમતો જે દરેક માતા-પિતા તેના બાળકોને મોબાઈલ પર રમતા જોતા હશે.હવે માતા-પિતાએ નક્કી કરવાનું છે તેમના બાળકોને આધુનિકરના આદિ બનાવવા છે કે જૂની રમતો રમાડી સ્વસ્થ રાખવાના છે.આજના સમયમાં આ રમતો રમાડવી થોડી અઘરી છે પરંતુ અશક્ય નહીં.બાળકોને તેમનું સાચું બાળપણ આપો.બાળકના વિકાસ અને તેના બાળપણની હત્યા ન કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.