અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિના એટલે કે 3 ઓકટોબર થી 11 ઓકટોબર માટે અનેક નાના મોટા આયોજનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ બની રહે અને રાતના સમયે લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

નાના શેરી ગરબાનાં આયોજકોને જે તે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. જ્યારે કોમર્શિયલ એટલે કે મોટા આયોજનો માટે લાયસન્સ બ્રાન્ચમાંથી મંજૂરી મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.

જાહેરનામાના અને નિયમોની વાત કરવામાં આવે તો

-સિક્યુરીટી માટે દરેક આયોજન દીઠ એક જવાબદાર વ્યક્તિની નિમણુંક કરી તેની જરૂરી વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશને આપવાની રહેશે.

-લાઉડ સ્પીકરની મંજૂરી રાત્રીના 12 વાગ્યા સુધી જ આપવામાં આવે છે.

-આયોજનમાં એન્ટ્રી અને એક્ઝીટ અલગ અલગ રાખવાનાં રહેશે.

-ગરબાના સ્થળે અને તેની બંને સાઇડ 200 મીટર સુધી ટ્રાફિક જામ ન થાય અને અડચણરૂપ પાર્કીંગ ન થાય તે જોવાની જવાબદારી આયોજકની રહેશે.

-યોગ્ય ઇલેક્ટ્રીક ફીંટીંગ અને ફાયર સેફટીનું પ્રમાણપત્ર ફરજીયાત રહેશે. તેમજ મોટા સ્ટેજની મજબુતી અંગે PWD નું પ્રમાણપત્ર લેવાનું રહેશે.

-આયોજક દ્વારા એન્ટી સેબોટીક ચેકીંગ, પાર્કીંગ વ્યવસ્થા અને CCTV નું આયોજન કરવાનું રહેશે.

-મહિલા, પુરુષના પ્રવેશ દ્વારા અલગ અલગ રાખવાના રહેશે.

-મહિલા સુરક્ષા કર્મચારીની પણ વ્યવસ્થા કરવી.

-યોગ્ય બેરીકેડીંગ રખાવવું.

-વીજ પુરવઠો અવીરત રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી.

-પાર્કીંગમાં પાર્ક થતા વાહનોની એન્ટ્રી અંગેની વિગતો એક રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

-જરૂરી ફસ્ટએડ રાખવું.

-ગંદકી ન ફેલાવવી.

-ગરબાના સ્થળે ચાર દિશામાં વોચ ટાવર રખાવી વીડિયો સુટીંગ કરાવવું.

-સરકારની સુચના મુજબ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તેની અવર-જવર માટે ગેટ રાખવા.

-ગરબાનું આયોજન થતું હોય ત્યાં પ્રવેશ દ્વાર પર ડૉરફેમ મેટલ હેન્ડ મેટલ ડીટેક્ટર તથા સિક્યુરીટી સ્ટાફ વગેરે રાખવો અને શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવી. તેમજ કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તાત્કાલીક પોલીસને જાણ કરવાની રહેશે. આ સાથે  મહીલા સુરક્ષા કર્મચારી પણ સલામતિ વ્યવસ્થા માટે રાખવાના રહેશે.

-આયોજકોએ ગરબાના સ્થળની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ટિકીટ’પાસનું વેચાણ કરવું નહીં.

-દાંડીયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડા પહેરવા નહી.

-ગરબીમાં અશ્લીલ પ્રોગ્રામ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

-તેમજ અઘટીત બનાવ બનો તો સંપુર્ણ જવાબદારી આયોજકોની રહેશે.

-આયોજકો દાંડીયા રાસના આયોજન દરમ્યાન જાહેર નિયમોનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ચેષ્ટાવાળા ગીતો વગાડી કે ગવડાવી શકશે નહીં. તેમજ ગરબીમાં રમનારા ખૈલૈયાઓએ અલગ-અલગ  વેશભુષા ધારણ કરવી નહી.

મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે, જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે. ત્યારે શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેમજ રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે મહિલા ટીમ પણ કાર્યરત રહેશે, આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે. આ ઉપરાંત CCTV કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. આ દરમિયાન મહિલાઓ માટે મહિલા સ્વંય સેવકો રાખવા પડશે. તેમજ પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.