અબડાસા: GCERT ગાંધીનગર તથા મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત જામ અબડાસા વિકાસ સંકુલ અબડાસા આયોજિત બાળવૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જે અંગે પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના નલિયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જામ અબડા શાળા વિકાસ સંકુલ નલિયા SVS કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની શરૂઆત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તેમજ મોડેલ સ્કૂલ નલિયાની બાળાઓ દ્વારા અભિનય દ્વારા પધારેલ મહેમાનોનો આવકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી બાલ વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સાથે બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પધારેલ સર્વે મહેમાનો નો શાબ્દિક આવકાર સંજયશરણ આર શ્રીવાસ્તવ SVS કન્વીનર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા ની તમામ હાઇસ્કુલો તથા ક્યુ ડી સી કન્વીનરઓ વતી સન્માન પધારેલ અધિકારીઓ અને પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહેમાનો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ પાંચ વિભાગ થઇ દરેક શાળાની કુલ 53 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેની મીક્ષણ કર્યા બાદ નિરીક્ષકો દ્વારા નંબર આપવામાં આવ્યા હતા. આ સાથે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રમેશ ભાનુશાલી