ઈલેક્ટ્રોનિક કંપની સેમસંગનું આગામી સ્માર્ટફોન મોડલ Galaxy S9 વિશેની કેટલીક માહિતી લીક થવાની શરૂ થઈ છે. આ ચાલુ વર્ષ 2018માં કંપની Galaxy S9 સ્માર્ટફોન લોન્ચ કરશે.
સ્પેશિફિકેશન્સ
- પ્રોસેસર
-Qualcomm Snapdragon 845 પ્રોસેસર
- ડિસ્પ્લે
-6.2 ઈંચની ક્વૉડ એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે
-ડિસ્પ્લેની અંદર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર
-રિપોર્ટ મુજબ, આ વખતે કંપની ડિસ્પ્લેની અંદર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપશે.
- કેમેરા
-ડ્યુઅલ કેમેરા
-16mp રિયર કેમેરા
-12mp ફ્રંટ કેમેરા
ફોટોગ્રાફી માટે કંપની ડ્યુઅલ કેમેરા આપવાની તૈયારીમાં છે. આ સિવાય બીજા સ્ટાન્ડર્ડ ફીચર્સ જે સેમસંગમાં હશે. જેમાં Bixby સમર્પિત કરાશે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સેમસંગના આ મોડલમાં કંપની બહેતર પર્સનલ એસિસ્ટેન્ટ બતાવતી રહીં છે અને તેમાં સતત ફેરફાર કરાઈ રહ્યો છે.
- મેમરી સ્ટોરેજ
-સેમસંગ s9માં 2 મેમરી વેરિયંટ આવશે
-એકમાં 4GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરી હશે
-બીજા વેરિયંટમાં 4GB રેમની સાથે 128GB ઈન્ટરનલ મેમરી હશે
Galaxy S9 Plusની અંદર 64GB, 128GB અને 256GB એવાં ત્રણ વેરીયંટ લોન્ચ થશે. જોકે, કેટલાક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે તેમાં વધુ 1 વેરીયંટ લોન્ચ કરાશે. જેમાં 512GBની મેમરી આપવામાં આવશે.
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018 દરમ્યાન કંપની તેને લોન્ચ કરી શકે છે. જે બર્સિલોનામાં હશે. અગાઉ એક રિપોર્ટ અનુસાર કંપની કંજ્યુમર ઈલેકટ્રોનિક શો દરમ્યાન તેનું લોન્ચ કરાશે.