• ઇઝરાયેલમાં આખી રાત સાયરનો વાગતા રહ્યા, લોકો જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા, આખી રાત લોકો જીવ બચાવવા બંકરોમાં રહ્યા
  • 90% મિસાઈલો નિશાના ઉપર જઈને પડી હોવાનો ઇરાનનો દાવો, તો મોટાભાગની મિસાઈલોનો હવામાં જ નાશ કર્યાનો ઇઝરાયેલનો દાવો

મિડલ ઈસ્ટ હાલમાં સૌથી અશાંત સમયમાંથી પસાર થઈ રહ્યું છે.  હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ખાત્મા અને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશન પછી, ઇરાને ગત મધ્યરાત્રિએ ઇઝરાયેલ પર શ્રેણીબદ્ધ મિસાઇલો છોડી હતી.  ઈરાનનો દાવો છે કે તેણે ઈઝરાયેલ પર 180 મિસાઈલો છોડી છે.

ઈરાનનો આ હુમલો ઘણો વ્યૂહાત્મક હતો.  ઈરાને તેલ અવીવમાં ઈઝરાયેલના ત્રણ સૈન્ય મથકો અને જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને નિશાન બનાવી મિસાઈલ છોડી હતી.  ઇઝરાયલના નેવાટિમ, હેટઝરિમ અને ટેલ નોફ સૈન્ય મથકો પર મિસાઇલો છોડવામાં આવી હતી.  ટેલ નોફ અને નેવાટીમ એ ઇઝરાયેલી આઇડીએફના સૌથી અદ્યતન લશ્કરી થાણા છે.

સેટેલાઇટ ફૂટેજ દર્શાવે છે કે નેવાટિમ પર માત્ર થોડી મિસાઇલો પડી હતી.  ઈરાને આ હુમલામાં ફત્તાહ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.  ઈરાનના આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક આઇડીએફ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો છે.  ઘાયલ સૈનિકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.   ઇઝરાયેલના મધ્ય અને દક્ષિણ ભાગોમાં આ હુમલામાં થોડું નુકસાન જોવા મળ્યું છે.  ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ હુમલામાં ઈઝરાયેલમાં કોઈના મોતની તેમને જાણ નથી.

આઈઆરજીસીનું કહેવું છે કે તેમના દ્વારા છોડવામાં આવેલી 90 ટકા મિસાઈલોએ લક્ષ્યને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઈલોને અટકાવવામાં આવી હતી. ઈઝરાયેલના નાગરિકોને જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા.

ઈરાનના હુમલામાં મુખ્યત્વે જેરુસલેમ અને તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યા હતા.  આ હુમલાઓ વચ્ચે, ઇઝરાયેલમાં આખી રાત સાયરન વાગતા રહ્યા.  તેલ અવીવમાં સાયરન વાગતાની સાથે જ લોકો જ્યાં બની શકે ત્યાં આશ્રય લેતા જોવા મળ્યા.  સાયરન વાગતાની સાથે જ ઈઝરાયેલના નાગરિકોએ તેલ અવીવમાં એક પુલ નીચે આશરો લીધો હતો.  ઇઝરાયેલમાં વિવિધ સ્થળોએ બોમ્બ આશ્રયસ્થાનો અને બંકરો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આશ્રય લીધો હતો.

અમેરિકી સેના પણ ઇઝરાયેલની સુરક્ષામાં લાગી પડી

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને તરત જ ઇઝરાયેલમાં હાજર અમેરિકન દળોને યહૂદી રાષ્ટ્રની રક્ષા કરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ અમેરિકન દળોએ ઈરાની અનેક મિસાઈલોને હવામાં તોડી નાખી.  પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ નેવી ડિસ્ટ્રોયરોએ ઇઝરાયેલ તરફ છોડવામાં આવેલી ઘણી મિસાઇલોને તોડી પાડી હતી.

હિઝબુલ્લાએ પણ અનેક વિસ્તારોમાં કર્યો હુમલો

ઈરાનની સાથે હિઝબુલ્લાએ પણ મંગળવારે ઈઝરાયેલ પર બોમ્બ અને મિસાઈલનો વરસાદ કર્યો હતો.  હિઝબુલ્લાહે મંગળવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો.  જણાવવામાં આવ્યું કે મંગળવાર રાતથી અત્યાર સુધીમાં કુલ 7 અલગ-અલગ ઈઝરાયેલ ગામો અને 20 નાના શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે.

ઇઝરાયેલને જવાબી કાર્યવાહીનો અધિકાર: જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે ભારત ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાને આતંકવાદી હુમલો માને છે.  તેણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.  જોકે, તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓને ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે.તેમણે કહ્યું છે કે લડાઈમાં બંને દેશોના નાગરિકોને કોઈ નુકસાન ન થવું જોઈએ.

હુમલાના કારણે ભારતની ફ્લાઈટો પણ પાછી વળી

મંગળવારે, ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ અને મુંબઈની લુફ્થાન્સાની ફ્લાઇટ્સ જર્મની પરત ફર્યા બાદ એરલાઇન્સે સુરક્ષા કારણોસર યુદ્ધ ઝોનમાં ઉડાન ન લેવાનો નિર્ણય કર્યો હતો.  લુફ્થાન્સાના ફ્રેન્કફર્ટ-હૈદરાબાદ એલએચ 752 અને ફ્રેન્કફર્ટ-મુંબઈ એલએચ 756 જ્યારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો ત્યારે તુર્કી ઉપર હતી.વિમાન ફ્રેન્કફર્ટ તરફ પાછું વળ્યું.  આ ઉપરાંત બીજી અનેક ફ્લાઈટ પણ પાછી વળી છે અને રદ થઈ છે.’

ઇઝરાયેલ તરફ આવતી મિસાઈલોને હવામાં જ નષ્ટ કરતી આયર્ન ડોમ સિસ્ટમ

આયર્ન ડોમ એક રોકેટ સંરક્ષણ પ્રણાલી છે જે ઇઝરાયેલ તરફ આવતા કોઈપણ રોકેટને રડાર પર શોધીને તેનો નાશ કરે છે.  કહેવાય છે કે આયર્ન ડોમમાં ત્રણ કે ચાર લોન્ચર, 20 મિસાઈલ અને એક રડાર છે.  આ રડારનું કામ રોકેટને શોધવાનું છે.  આ પછી સિસ્ટમ નક્કી કરે છે કે રોકેટ કોઈ વસ્તીવાળા વિસ્તારમાં જઈ રહ્યું છે કે નહીં.  જો હુમલો વસ્તીવાળા વિસ્તાર તરફ થાય છે તો ઇઝરાયેલ મિસાઇલો છોડે છે.  આ સિસ્ટમ એ પણ નક્કી કરે છે કે જો કોઈ દુશ્મન રોકેટ

ખુલ્લા વિસ્તારમાં જઈ રહ્યું હોય, તો તે તેને છોડે છે. ઇઝરાયેલી સેનાનો દાવો છે કે આયર્ન ડોમની સફળતાની ટકાવારી 90 ટકા છે.  ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ, એક તેલ અવીવ થિંક ટેન્ક અનુસાર, દરેક આયર્ન ડોમ મિસાઈલની અંદાજિત કિંમત 40,000 થી 50,000 ડોલર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.