• મોરારી બાપુ ઉપસ્થિત રહી કેન્સર યોદ્ધાઓને આશિર્વાદ આપશે, બે પુસ્તકોનું વિમોચન કરશે
  • કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા
  • “કેન્સર એટલે કેન્સલ નહીં જ” “કેન્સર મટી શકે છે, કેન્સરને હરાવી શકાય છે” “કેન્સર સામે “જિંદગીનો જંગ જિતી શકાય છે” કંઈક આવો જ સંદેશ આપવા સાથે રાજકોટમાં 3000 જેટલા કેન્સર યોદ્ધાઓ 2જી ઓક્ટોબરે ગરબે ઘૂમશે.

કેન્સર અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં આશા તથા જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન સતત સક્રિય છે. આ ફાઉન્ડેશન દ્વારા 2જી ઓક્ટોબરે અનોખા ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024’ એક દિવસીય નવરાત્રિ ઉત્સવનું આયોજન કર્યું છે. રાજકોટમાં 150 ફૂટ ન્યૂ રિંગરોડ પર, શિલ્પાન સાગાની બાજુમાં, ઝેન ગાર્ડનની બાજુમાં, કોકોનટ પ્લોટની સામે આવેલી ક્લબ યુ.વી. ખાતે, સાંજે 6થી 11 દરમિયાન આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતના કેન્સરગ્રસ્ત ભાઇઓ, બહેનો અને બાળકો ભાગ લેશે. આશરે 3000 જેટલા કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમીને કેન્સર સામે જીતનો જુસ્સો દર્શાવશે. આ તકે 108 કેન્સરગ્રસ્ત બહેનો દ્વારા દેવી કવચની સ્તુતિનું પઠન કરવામાં આવશે. આ સાથે કેન્સર જાગૃતિ માટે વિવિધ નાટકનું આયોજન થશે.

આ નવરાત્રિ મહોત્સવમાં એન્ટ્રી માટે પાસ જરૂરી છે પણ પાસ ફ્રી છે. સવારે 11થી સાંજે 7 સુધીમાં,  રાષ્ટ્રીય શાળા ઈનોવેટિવ કિડ્સ સેન્ટર, વિદ્યાનગર મેઈન રોડ,  રૂપાબેન વોરા , મોંજીનીસ કેક, એસ્ટ્રોન ચોક, રમેશભાઈ  , રવિભાઈ , નાથાલાલ પારેક કેન્સર હોસ્પિટલ, નિર્માળા કોન્વેન્ટ રોડ, મનોજભાઈ  ખાતેથી મેળવી શકાશે.

રાજકોટની ક્લબ યુ.વી.માં મયૂર બુદ્ધદેવ અને તેમની સાથેના નામી કલાકારો સાથે ગીત-સંગીત અને ગરબાની રમઝટ બોલાવશે અને કેન્સરના દર્દીઓ ગરબે ઘૂમીને બીમારીને હરાવવા શક્તિનો શંખનાદ કરશે.

આ ઉપરાંત આ તકે કેન્સરના દર્દીઓની હિંમત અને પ્રેરણા વધે એટલે ઈનામી વ્યવસ્થા,  દવાઓ કે અન્ય પ્રકારના સહયોગ માટેની માહિતી અને માર્ગદર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ કેન્સરગ્રસ્ત યોદ્ધાઓને આશીર્વચન આપવા તેમજ તેઓનો ઉત્સાહ વધારવા પધારવાના છે. પૂજ્ય બાપુના  હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.