• સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિથી રાસોત્સવ દીપી ઉઠ્યો: ભૂલકાઓથી માંડી વડીલો રાસે રમ્યા: લાખેણા ઇનામોથી વિજેતાઓને નવાજાયા
  • જ્ઞાતિજનોને એક તાંતણે બાંધવાના બુલંદ ઇરાદા સાથે સતત બીજા વર્ષે  શ્રી મોઢ વણિક મહાજન દ્વારા   “વેલકમ નવરાત્રિ મહોત્સવ” નુ જાજરમાન આયોજન કરાયું હતું.

મોઢેશ્વરી માતાજીની આરતી -આરાધનાથી આ દ્વિતીય જાજરમાન રાસોત્સવમા નાના ભૂલકાથી માંડી વડીલો મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અલગ અલગ ચાર ગ્રુપમાં વિજેતા બનેલા 70 થી વધુ ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.તમામ બાળા રાજાઓને સ્યોર ગિફ્ટ આપી પુરસ્કૃત કરાયા હતા.

શ્રી મોઢ વણિક મહાજન આયોજીત  વેલકમ નવરાત્રી મહોત્સવ જ્ઞાતિજનોમા સ્વયંભૂ થનગનાટ જોવા મળતો હતો. સતત ત્રણ કલાક સુઘી હજારોની સંખ્યામાં મોઢ વણિક જ્ઞાતિજનો ગરબે ઘૂમ્યા હતા.ચાર થી પાંચ વર્ષના નાના ભૂલકા થી માંડી 60 વર્ષથી વધુ ઉંમરનાના વડીલોના દિલો દિમાગમાં જોરદાર ઉત્સાહ માત્ર હાથ પૂરતો મર્યાદિત ન રહેતા મેદાન પર ઉતરી આવ્યો હતો.

તમામ લોકો સાજીંદા અને સાઉન્ડના સથવારે થિરકવા લાગ્યા હતા આયોજકો ની સાથે સમાજ શ્રેષ્ઠીઓ પણ હોંશભેર નાચી ઉઠ્યા હતા. જ્ઞાતિજનોના મુખે એકજ વાત હતી કે આવા અલૌકિક પારિવારીક માહોલમાં પ્રતિવર્ષ નવ દિવસનું આયોજન થવુ જોઇએ.

નવરાત્રી મહોત્સવમાં કૃણાલભાઇ મણિયાર,મીરાબેન મણિયાર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, અમોહભાઈ શાહ,યશભાઈ રાઠોડ, હિતેશભાઇ અંબાણી, ઉમેશભાઈ શેઠ, ભરતભાઈ પારેખ, કિર્તીભાઇ મહેતા, ડો.અતુલભાઈ રાઠોડ, કીરીટભાઇ બખાઈ, કીરીટભાઇ પટેલ,અરવિંદભાઈ શાહ,અશોકભાઇ ભાડલિયા, સાગર ભાદલિયા, સૌરભ ભાડલિયા, યશભાઈ બખાઈ, સાગરભાઈ પટેલ, અમિતભાઇ પટેલ, અજયભાઈ ગઢીયા, કૌશિકભાઈ કલ્યાણી, દિપુભાઈ શાહ, આશિષભાઈ પટેલ, વિમલભાઈ કલ્યાણી,હેમલભાઈ મોદી, ગીતાબેન અને અશ્વિનભાઈ પટેલ, ડો.દીપકભાઈ પારેખ, કષ્યપભાઇ પટેલ, શૈલેષભાઈ શાહ,હરેનભાઈ મહેતા, નીરજભાઈ મહેતા, તુષારભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ જીતુભાઈ વોરા, જયસુખભાઇ વોરા, સહિતના અસંખ્ય જ્ઞાતિ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મોઢવણિક મહાજન રાજકોટનાં પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેન છાપીયા,નવરાત્રી મહોત્સવના પ્રભારી ટ્રસ્ટી કેતન પારેખનાં રાહબરીમાં ટ્રસ્ટીઓ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પિયુષ પટેલ, અતુલભાઈ વોરા તેમજ  વેલકમ નવરાત્રી મહોત્સવની પ્રોજેક્ટ ટીમ નાં કમિટી મેમ્બર્સ  નીતિન મણીઆર, દિપક કલ્યાણી, ડો. કમલેશ પારેખ, કેતન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા, અતુલ પારેખ, ભાવિક મહેતા, છાયા વજરીયા, મીરા મહેતા, ક્રિષ્ના મણિયાર, સુનિલ બખાઈ, સંજય મહેતા, સાવન ભાડલીયા, સંદીપ પટેલ, મુકેશ પારેખ, યોગેશ પારેખ, નીતા પારેખ, યતિન ધ્રાફાણી, મિલન વોરા, રાજદીપ શાહ, જીગ્નેશ મેસ્વાણી, કાકુભાઈ મહેતા અને વિહાન વોરા   સહિતનાઓ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.