• ‘અબતક’ ની મુલાકાતમાં ગઈંઋઉ ડીરેકટર નૌશિક પટેલે ખેલૈયાઓને ખાદી ડ્રેસ પહેરી રાસ લેવા કરી અપીલ
  • રાજકોટની જાણીતી નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ ફેશન ડીઝાઇન દ્વારા ખાદીમાંથી ખેલૈયાઓ માટે નવરાત્રીના ટ્રેડીશ્નલ ડ્રેસ અને એસેસરીઝ બનાવી ખાદી ફોર નવરાત્રીનો નવો વિચાર વહેતો મુકયો છે.

‘અબતક’ની મુલાકાતે આવેલા  ગઈંઋઉ નાડીરેકટર નોશિકભાઇ પટેલ પાયલ પટેલ અને વિદ્યાર્થીઓએ ખાદી ફોર નવરાત્રીના નવા વહેતા મુકાએલ વિચાર અંગે માહીતી આપતા જણાવેલ કે,  નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ખાદીમાંથી અલગ અલગ નવરાત્રીને અનુરૂપ વસ્ત્રો ડિઝાઈન કરી. જાતેજ બનાવી નવરાત્રીમાં ખાદીના વસ્ત્રોનો નવોજ આઇડિયા લાવ્યા છે. એટલુંજ નહી ઇન્ટીરીયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ પણ તેની કલાનો પરિચય આપી ખાદીમાંથી નવરાત્રીને અનુરૂપ વસ્તુઓ બનાવી છે. નવરાત્રીમાં યુવાનો ગરબે ઘુમે છે ત્યારે ગરબાની સાથે યુવાનો ખાદીને અપનાવે તેવો અનોખો વિચાર વિદ્યાર્થીઓએ આપ્યો હતો. ગઈંઋઉ ના વિદ્યાર્થીઓએ આ વખતે મહાત્માની ખાદીથી મહાશક્તિની ઉપાસના કરવાનો અલગજ પ્રયાસ કર્યો છે.

આપણી નવરાત્રીની પરંપરા જાળવી તેમાં નવીનતા લાવવા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ અને નવરાત્રીનો સયોગ કરી 100 થી વધુ વિદ્યાર્થીઓએ 15 જ દિવસમાં ખાદીમાંથી અદભૂત નવરાત્રીને અનુરૂપ વસ્ત્રો અને ઇન્ટીરીયર ડિઝાઇન કર્યા હતા. જેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓએ તેને આકાર આપી વાઇબ્રન્ટ નવરાત્રિ પ્રેરિત ખાદી પોશાક કે એસેસરીઝ તૈયાર કરી તેમની સર્જનાત્મકતાને દર્શાવી સ્વરાજ થી સ્વરોજગાર” ને સાર્થક કર્યું. આ વખતે ગાંધી જયતિ અને નવરાત્રીનો સંયોગ હોય યુવાઓ પણ ખાદીને વધુને વધુ અપનાવતા થાય તેવા હેતુ સાથે  ગઈંઋઉ  રાજકોટના વિદ્યાર્થીઓએ જરા હટકે વિચારને અમલમાં મુક્યો છે.

નવરાત્રિમાં યુવાવર્ગને ખાદી પ્રત્યે પ્રોત્સાહન આપવા ગઈંઋઉ  ના વિદ્યાર્થીઓએ ખાદીમાંથી બેગ્સ, ખાદી ટોપી, સ્કર્ટ, જેકેટ, હુડી, શર્ટ, ડ્રેસ, ચણિયા-ચોલી, ટોપ, દુપટ્ટા સહિત અનેક વસ્ત્રો બનાવી નવરાત્રીમાં ભારતની સાદગી અને શૈલીના વારસાને જાળવી શણગાર્યા. જેમાં વિવિધ ભાષામાં માં શક્તિના નામ, બંગડીમાંથી શર્ટ ડિઝાઇન સહિત અકલ્પનીય વસ્ત્રો સજાવ્યા છે. એજ રીતે ઇન્ટીરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ખાદીના કાપડ પર નાડાછડીમાંથી અદભૂત શ્રીયંત્ર, હાથથી પેઇન્ટ કરેલ ખાદીના પડદા, ખાદીની ફોટોફ્રેમ, ખાદીના ટેબલ મેટ. કુશન કવર સહિત વસ્તુઓ બનવી નવી જનરેશન માટે ખાદીને નવા રૂપ રંગમાં પીરસવાની કોશિશ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન “વોકલ ફોર લોકલ”, “આત્મનિર્ભર ભારત”, “ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન” અને સ્ત્રી સશક્તિકરણને ગઈંઋઉ ના વિદ્યાર્થીઓ રિયા, ઇશા, ઇશ્વા, ભવાની, બીનીતા, ચાંદની, જિયા, ધ્રુવી, દિપ્તી, ઇતિશા, જેતાંશી, ખ્યાતી, ક્રિષ્ના. મિત્સુ. પીનલ, રૂતુરાજ, સપના, દ્રષ્ટી, સોનલ, દિશા, ક્રિષા વગેરેએ શિક્ષિકા ઇશિતાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જાતેજ સ્ટીચીંગ, ડિઝાઇનીંગ, થીમ અને કલર કરી મહાત્માની ખાદીને મહાશક્તિના પર્વને અનુરૂપ બનાવી નવોજ લુક આપ્યો હતો. ગઈંઋઉ  ના વિદ્યાર્થીઓએ ખાદી ફોર નવરાત્રિના નવા વિચારને વહેતો મુક્યો હતો. વધુ વિગત માટે 9898222999 પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.