• વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી લીધી: ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ઘરઆંગણે સતત 18મી ટેસ્ટ સિરીઝ જીતી
  • યશસ્વી જયપાલ બન્યો મેન ઓફ ધ મેચ અને અશ્ર્વિન મેન ઓફ ધ સીરીઝ

કાનપુર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવવામાં સફળતા મેળવી હતી. ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, પરંતુ તે પછી ત્રીજા અને ચોથા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે ટેસ્ટ મેચ બોરિંગ બની જશે. પરંતુ રમત ચોથા અને પાંચમા દિવસે થઈ હતી. કાનપુરમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. કાનપુરમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત મેળવી હતી. લગભગ ત્રણ વખત વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે ચાહકોને એવું લાગવા લાગ્યું હતું કે આ મેચનું પરિણામ ડ્રો સિવાય બીજું કંઈ નહીં હોય પરંતુ ભારતે ટી-20 સ્ટાઇલમાં બેટિંગ કરી મેચ જીતી લીધી હતીટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે બંને દાવમાં અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. બુમરાહે બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ લીધી હતી.27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ દિવસે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. આ ઉપરાંત લંચ બ્રેક દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી, જેમાં બાંગ્લાદેશે ત્રણ વિકેટે 107 રન કર્યા હતા.ત્યારબાદ બીજો દિવસ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ પછી ચાહકોને આશા હતી કે તેઓ ત્રીજા દિવસે રમત જોવા મળશે, પરંતુ એવું થયું નહીં અને ત્રીજો દિવસ પણ વરસાદના કારણે એકપણ બોલ ફેંકાયા વિના ધોવાઈ ગયો હતો. મેચના ચોથા દિવસે ભારતીય ટીમે બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું. પછી તે જ દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 285 રન કરી દાવ ડિક્લેર કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 52 રનની લીડ મેળવી હતી. ભારત માટે આ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ વ્યક્તિગત 72 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. ત્યાર બાદ પાંચમા દિવસે તેની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ પ્રથમ સેશનમાં માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને માત્ર 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં જ નાના લક્ષ્યાંકને 3 વિકેટના નુકસાને વિજય હાંસલ કર્યો હતો. આ દરમિયાન જયસ્વાલે 45 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રનની સૌથી મોટી ઇનિંગ જોવા મળી હતી.

રવિન્દ્ર જાડેજાની ત્રણ ઓવર જેણે પલટી મેચ

બાંગ્લાદેશની ઇનિંગ્સની બીજી ઓવરમાં જ્યારે રવીન્દ્ર જાડેજા બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લઈને મેચને સંપૂર્ણપણે બદલી નાખી હતી. જાડેજાએ સાચા અર્થમાં સાબિત કર્યું કે તેને ટીમ ઈન્ડિયાનો એક્સ ફેક્ટર કેમ માનવામાં આવે છે. મોર્ને મોર્કેલ પણ જાડેજાને ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ પેકેજ માને છે.

કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવનારો બેટ્સમેન બન્યો

વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આમ કરીને કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 594 ઈન્ટરનેશનલ ઈનિંગ્સ રમીને 27 હજાર રન પૂરા કરવાનું કારનામું કર્યું હતું, તો બીજી તરફ સચિને વર્ષ 2007માં 623મી ઈનિંગમાં 27 હજાર રન પૂરા કર્યા હતા.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.