- કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન
- વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ સ્વચ્છતા માટેના શપથ લીધા તથા સ્વચ્છતા રેલીમાં લીધો ભાગ
Amreli : વિદ્યાસભા સંચાલિત કે. કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા.તેમજ રેલીનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ તારીખ 1 ઓક્ટોબર , 2024 ના રોજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે.એમ. તળાવીયા તથા પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તથા સ્વચ્છતા રેલીનુ સંચાલન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીને સફળ બનાવવા માટે કોલેજના પ્રો. ડો. એ. કે. વાળા તથા પ્રો. ડો. એ. જી. પટેલ તથા એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર ડબલ્યુ. જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. તેમજ સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પ્રદિપ ઠાકર