Junagadh : પોલીસ દ્વારા અપના ઘર વૃધ્ધાશ્રમમાં વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વડીલોને પુષ્પગુચ્છ અને શ્રીમદ્ ભાગવત ગીતા આપી સન્માનિત કરાયા હતા. તેમજ બેન્ડ પાર્ટી સાથે પોલીસ પરિવારે વડીલો સાથે ગરબા રમીને વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ પોલીસ દ્વારા અપના ઘર વૃધ્ધાશ્રમમાં વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ આપણું ભવિષ્ય છે અને તેમને વડીલો પ્રત્યે આદરભાવ જાગે, વડીલોની કાળજી લેવી અને તેની સુરક્ષા રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. SP હર્ષદ મહેતાએ વડીલો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે SP હર્ષદ મહેતા એક વડીલ સાથે વાતચીત કરતા ભાવુક થયા હતા.
આ સાથે આપણા ઘરના વડીલોને પુષ્પગુચ્છ અને શ્રીમદ્ ભાગવત ગીતા આપી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન પોલીસ પરિવાર એ વડીલો સાથે ગરબા રમ્યા હતા. પોલીસ બેન્ડ પાર્ટીના સંગાથે પોલીસ પરિવારે વડીલો સાથે ગરબા રમીને વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરી હતી.
ચિરાગ રાજ્યગુરુ