Patan : જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. તેમજ મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવોની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા સોની, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગત અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં રાધનપુર શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવોની માંગ સાથે આજ રોજ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લો બનાવવાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા રાધનપુર શહેરી વિસ્તારના લોકોની સહિ લેવામાં આવી છે. તેમજ  લોકોની અંદર રાધનપુર જીલ્લો બને તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.

દીપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.