જુનાગઢના સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા નાટકરૂપી માનસિક રોગ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિનામૂલ્ય કરવામાં આવે છે તો કોઈપણ દર્દી અંધશ્રધ્ધામાં ફસાયા વિના નિશુલ્ક સારવારનો લાભ લઇ બીમારીમાંથી મુક્તિ મેળવે તેવું જણાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, તારીખ 1 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર સુધી મેન્ટલ હેલ્થ વેકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે તારીખ 1 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરાઈ હતી. જેમાં માનસિક રોગ વિભાગના HOD ડોક્ટર તન્વી કાચાએ જણાવ્યું કે, આજ રોજ સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા માનસિક રોગ શું છે? તેના માટે અંધશ્રદ્ધા નહીં પરંતુ સારવાર જરૂરી હોય ત્યારે માનસિક રોગના દર્દી જે સારવાર લેવા આવતા હોય છે. તેમાં જાગૃતતા આવે. તેને લઈ આજ રોજ નાટકરૂપી જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ નાટકમાં માનસિક બીમારી એક રોગ જ છે કોઈ વળગાળ નથી અને ભૂત પ્રેત સાથે તેને કંઈ લેવાદેવા નથી. તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિનામૂલ્ય કરવામાં આવે છે તો કોઈપણ દર્દી અંધશ્રધ્ધામાં ફસાયા વિના નિશુલ્ક સારવારનો લાભ લઇ બીમારીમાંથી મુક્તિ મેળવે તેવું જણાવવામાં આવ્યું હતું.

ચિરાગ રાજ્યગુરુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.