• રંગબેરંગી કલર, સ્ટોન, ટીકી, આભલા સહિતની વસ્તુથી ગરબાને કરાયા શુસોભિત: રૂ.25 થી રૂ.1000 સુધીની કિંમતના ગરબા ઉપલબ્ધ
  • આવી રૂડી નોરતાની રાત…

નવલા નોરતાના આગમનને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે જેના વગર નવરાત્રીની ઉજવણી અધૂરી માનવામાં આવે છે તેવા ગરબાની પણ જામનગરની બજારમાં ધીમે ધીમે માંગ જોવા મળી રહી છે. જામનગરમાં બે પેઢીથી એક પરિવાર ગરબા બનાવી તેમાં રંગરોગાન કરવા સહિતની કામગીરી સાથે જોડાયેલ છે.

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં બે પેઢીથી માટીના ગરબા બનાવવાની કળાના જાણકાર હરકિશનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમે 5 થી 7 લોકો આ ગરબા બનાવીએ છીએ. નવરાત્રી આવતા ની સાથે તેમના ચાર માસ અગાઉ અમે ગરબા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ. સૌપ્રથમ માટી લઈ આવ્યા બાદ તે માટીમાં પાણી મિક્ષ કરવાની પ્રોસેસ કરી એક માટીનો મનાઓ પિંડો બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ચાકડા મારફતે ગોળ ફેરવીને તેમાં હાથ વડે ઘાટ આપવામાં આવે છે. જેને યોગ્ય રૂપ આપી અમે ગરબા બનાવીએ છીએ.

ગરબો બની ગયા બાદ તેને ચાર દિવસ સુકાવા માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાં કલર પણ કરી આપવામાં આવે છે. હાલની સ્થિતિએ લાલ કલરના ગરબાની સૌથી સારી એવી માંગ જોવા મળી રહી છે. વર્ષો અગાઉના સમયમાં સાદા ગરબાની માંગ વધુ જોવા મળતી હતી પરંતુ હવે આધુનિકતાની સાથે સાથે આ ગરબા ઉપરાંત નવી નવી ડિઝાઈન અને ખાસ સ્ટોન, આભલા સહિતની વસ્તુઓના ડિઝાઇન વાળા ગરબાની માંગ પણ જોવા મળી રહી છે.તેમના ઘરના લોકો દ્વારા ગરબામાં કલર અને સ્ટોન તથા તેમાં આભલા ટાંકવામાં આવે છે. ગ્રાહકોની જરૂરિયાત મુજબના ગરબા બનાવી આપવામાં આવે છે એટલે કે 25 રૂપિયાથી માંડી રૂ.1,000 સુધીની કિંમતના ગરબા ઉપલબ્ધ છે અને તેમાં પણ જો ગ્રાહક કોઈ ખાસ પ્રકારની માંગ કરે તો તેમને એ પ્રકારના ગરબા બનાવી આપવામાં આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.